Home Sports T20 World Cup The Final Match Of The League Stage Will Be Played Today

T20 World Cup; આજે રમાશે લીગ સ્ટેજની અંતિમ મેચ! : લીગ સ્ટેજના પોઇન્ટ્સ ટેબલમાં કોને કેવું પ્રદર્શન કર્યું, જાણો

T20 World Cup; આજે રમાશે લીગ સ્ટેજની અંતિમ મેચ!
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2026, 11:11 AM IST

T20 World Cup : ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલો T20 વર્લ્ડ કપ 2026 હવે તેના સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયો છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહાકુંભમાં આજે લીગ સ્ટેજની અંતિમ મેચ રમાવા જઈ રહી છે. અત્યાર સુધીના મુકાબલાઓમાં ઘણી ઉતાર-ચઢાવવાળી ક્ષણો જોવા મળી છે, જ્યાં નાની ટીમોએ મોટી ટીમો સામે પોતાની તાકાત બતાવી છે. ફેંકાઈ ગઈ છે અને નાની ટીમોએ પોતાની આવતીકાલથી સુપર-8 સ્ટેજ શરૂ થવાનું છે, જે સેમીફાઇનલની રેસને વધુ રોમાંચક બનાવશે.

આજની મેચ : ઓસ્ટ્રેલિયા vs ઓમાનઆજે સાંજે 7:00 વાગે કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની 40 મી અને લીગ સ્ટેજની અંતિમ મેચ રમાશે. જ્યારે ટોસ 6:30 વાગે થશે. ઓસ્ટ્રેલિયા અને ઓમાન બંને બહાર થઈ ગયા હોવાથી આ મેચ માત્ર 'ડેડ રબર' સમાન છે. ટ્રેવિસ હેડની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા જીત સાથે વિદાય લેવા માંગશે, જ્યારે જતિન્દર સિંહની ઓમાન ટીમ વિશ્વકપમાં મોટો અપસેટ સર્જવાનો પ્રયાસ કરશે.

ગ્રુપ સ્ટેજ એનાલિસિસ : કઈ ટીમ માટે કેવું રહ્યું પ્રદર્શન?

ગ્રુપ A : ટીમ ઇન્ડિયાનો દબદબો

ભારત આ ગ્રુપમાં અજેય રહ્યું છે. 4 માંથી 4 મેચ જીતીને 8 પોઈન્ટ્સ સાથે ભારતે ટોપ કર્યું છે. પાકિસ્તાને પણ 3 જીત સાથે સુપર-8 માં સ્થાન મેળવી લીધું છે. જોકે, આ ગ્રુપમાં USA એ પણ પ્રશંસનીય રમત બતાવી 2 મેચ જીતી છે અને નેધરલેન્ડ્સ પણ એક મેચ જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે નામીબિયા એક પણ પોઈન્ટ મેળવી શક્યું નથી.

ગ્રુપ B : ઝિમ્બાબ્વેનો ઉલટફેર

આ ગ્રુપમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વે 7 પોઈન્ટ્સ સાથે ટેબલમાં મોખરે રહ્યું છે, જ્યારે યજમાન શ્રીલંકાએ 6 પોઈન્ટ્સ સાથે ક્વોલિફાય કર્યું છે. આશ્ચર્યજનક રીતે, મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમ સુપર-8 ની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જેના કારણે આજની તેમની ઓમાન સામેની મેચ માત્ર એક ઔપચારિકતા બની રહી છે.

ગ્રુપ C : વેસ્ટ ઈન્ડિઝની શાનદાર વાપસી

કેરેબિયન ટીમે જૂના અંદાજમાં રમત બતાવી 4 માંથી 4 જીત મેળવી 8 પોઈન્ટ્સ સાથે ગ્રુપ C માં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ઈંગ્લેન્ડે પણ 3 જીત સાથે પોતાની જગ્યા પાકી કરી લીધી છે. સ્કોટલેન્ડ, ઈટાલી અને નેપાળ જેવી ટીમોએ લડત આપી પરંતુ તેઓ આગળ વધી શકી નથી.

ગ્રુપ D : સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ પાવરહાઉસ

સાઉથ આફ્રિકાએ ક્લીન સ્વીપ કરીને 8 પોઈન્ટ્સ સાથે સુપર-8 માં એન્ટ્રી કરી છે. ન્યુઝીલેન્ડ પણ 3 જીત સાથે બીજા ક્રમે રહ્યું છે. અફઘાનિસ્તાને આ વખતે પણ પ્રભાવિત કર્યા છે અને 2 મેચ જીતી છે, પરંતુ સુપર-8 માં પહોંચવા માટે તે પૂરતું ન હતું. UAE અને કેનેડા માટે આ ટૂર્નામેન્ટ શીખવા જેવી રહી.

સુપર-8 : હવે જામશે અસલી ટક્કર!

આવતીકાલથી શરૂ થતા સુપર-8 માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે:

ગ્રુપ 1 : ભારત (IND), સાઉથ આફ્રિકા (SA), વેસ્ટ ઈન્ડિઝ (WI), અને ઝિમ્બાબ્વે (ZIM).

ગ્રુપ 2 : ઈંગ્લેન્ડ (ENG), ન્યુઝીલેન્ડ (NZ), પાકિસ્તાન (PAK), અને શ્રીલંકા (SL).

બંને ગ્રુપમાં કાંટાની ટક્કર જોવા મળશે, કારણ કે દરેક ટીમે સેમીફાઇનલમાં પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. ભારતીય ચાહકોની નજર ફરી એકવાર 'મેન ઇન બ્લુ' પર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now