Home Sports T20 World Cup Team India Set A Target Of 196 Runs To Reach The Semi Finals

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક! : ઝિમ્બાબ્વેને હરાવી સાઉથ આફ્રિકા ગ્રુપ-1 માં ટોપ પર, હવે ઈન્ડિયાની જીત પર નજર!

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક!
Published by: Offbeat Team
| Last Updated: Mar 01, 2026, 04:02 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં આજે રોમાંચ તેની ચરમસીમાએ છે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે સેમિફાઈનલમાં પહોંચવા માટે આરપારની જંગ ચાલી રહી છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે આક્રમક ગેમ બતાવી ભારત સામે મોટો સ્કોર ખડક્યો છે. બીજી તરફ, સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને હરાવીને ગ્રુપ-1 માં ટોપનું સ્થાન મેળવી લીધું છે.

વેસ્ટ ઇન્ડીઝની આક્રમક બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોસ્ટન ચેઝે સૌથી વધુ 40 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અંતિમ ઓવરોમાં જેસન હોલ્ડર (37*) અને કેપ્ટન રોવમેન પોવેલે (34*) વિસ્ફોટ બેટિંગ કરી હતી. આ બંને વચ્ચે પાંચમી વિકેટ માટે માત્ર 35 બોલમાં 76 રનની નોટઆઉટ પાર્ટનરશીપ થઈ હતી, જેના કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી શકી.

ભારતીય બોલિંગ અને ફિલ્ડિંગ

ભારત તરફથી સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર પ્રદર્શન કરતા 2 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે એક જ ઓવરમાં હેટમાયર અને ચેઝને આઉટ કરીને ભારતને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતની ફિલ્ડિંગ આજે નબળી રહી હતી. અભિષેક શર્માએ બે મહત્વના કેચ છોડ્યા હતા, જે ભારતને મોંઘા પડ્યા. વરુણ ચક્રવર્તી અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. હવે સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે 196 રન બનાવવા પડશે.

બંને ટીમોની પ્લેઇંગ-11

ભારત (IND) : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી.

વેસ્ટ ઇન્ડીઝ (WI) : શાઈ હોપ (કેપ્ટન), રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, રોવમન પોવેલ, શેરફન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હૌસેન, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોતી અને શમાર જોસેફ.

સાઉથ આફ્રિકાની શાનદાર જીત

T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાએ પોતાનું વિજયી અભિયાન ચાલુ રાખતા ઝિમ્બાબ્વે સામે 5 વિકેટથી શાનદાર જીત નોંધાવી છે. આ વિજય સાથે જ પ્રોટીઝ ટીમ ગ્રુપ-1 ના પોઈન્ટ્સ ટેબલમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. ઝિમ્બાબ્વેના સિકંદર રઝાની 73 રનની લડાયક ઈનિંગના જવાબમાં સાઉથ આફ્રિકાએ ડેવાલ્ડ બ્રેવિસના આક્રમક 42 રનની મદદથી માત્ર 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. હવે સાઉથ આફ્રિકાની ટીમ 4 માર્ચના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત: સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે જંગ જામશે

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત

T20 World Cup: ભારત vs વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમિફાઇનલ માટે મહાજંગ! સાઉથ આફ્રિકા અજેય રહી ક્વોલિફાય, હવે ભારત માટે 'કરો યા મરો' ની સ્થિતિ!

T20 World Cup

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું: અંતિમ ઓવરના રોમાંચમાં શ્રીલંકાને હરાવ્યું પણ T20 વર્લ્ડ કપ 2026માંથી થયું બહાર

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!: હુબલીમાં રમાયેલી ફાઇનલમાં J&K નો દબદબો, કર્ણાટક સામે મેળવી ભવ્ય જીત

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!: 67 વર્ષની આતુરતાનો આવ્યો અંત, જમ્મુ-કાશ્મીર બન્યું પહેલીવાર ચેમ્પિયન!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!
Play Video

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?: જાણો ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલના ક્વોલિફિકેશનનું આખું ગણિત!

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?: પાકિસ્તાન માટે 'કરો યા મરો' ની જંગ, ન્યૂઝીલેન્ડની નજર આજની મેચ પર!

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!: ઝારખંડ હાઉસિંગ બોર્ડે ફટકારી અંતિમ નોટિસ, જાણો શું છે આરોપ?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ: ઇંગ્લેન્ડે હારેલી બાજી જીતી ન્યુઝીલેન્ડને હરાવ્યું, પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!: પાકિસ્તાનની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડની જીત જરૂરી, જાણો સંપૂર્ણ ગણિત

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત': ચેપોક સ્ટેડિયમમાં પંડ્યાની તોફાની બેટિંગ સાથે રોમેન્ટિક અંદાજ વાયરલ, ફિફ્ટી ફટકાર્યા બાદ માહિકાને આપી 'Flying Kiss'

ચેપોકમાં ટીમ ઇન્ડિયાનું 'ચક્રવાત'

વર્લ્ડ કપ છોડી પિતાની સેવા કરવા ગયેલાં ક્રિકેટર પર તૂટ્યો દુઃખનો પહાડ: સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું કેન્સરની સારવાર દરમિયાન નિધન

વર્લ્ડ કપ છોડી પિતાની સેવા કરવા ગયેલાં ક્રિકેટર પર તૂટ્યો દુઃખનો પહાડ
Play Video

T20 World Cupમાં ભારતનો ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય: 256 રનનો સ્કોર બનાવી રચ્યો નવો ઈતિહાસ, અર્શદીપ સિંહે તરખાટ મચાવતા 3 વિકેટો ઝડપી. વધી સેમિફાઈનલની આશા

T20 World Cupમાં ભારતનો ઝિમ્બાબ્વે સામે 72 રને ભવ્ય વિજય

T20 World Cup; અમદાવાદમાં સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય વિજય!: વેસ્ટ ઈન્ડિઝ સુપર-8 માં હાર્યું, ભારત-ઝિમ્બાબ્વે મેચમાં સિંકદર રઝાએ ટોસ જીત્યો

T20 World Cup; અમદાવાદમાં સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય વિજય!

T20 World Cup; ચેપોકમાં મેચ માટે અમેરિકાથી મંગાવાયું ખાસ કેમિકલ!: Dew થી બચાવવા માટે આવ્યું અમેરિકન કેમિકલ, જાણો શું છે 'ડ્યૂ ક્યોર'

T20 World Cup; ચેપોકમાં મેચ માટે અમેરિકાથી મંગાવાયું ખાસ કેમિકલ!

T20 World Cup; ટીમ ઈન્ડિયા માટે આજની મેચ 'વર્ચ્યુઅલ નોકઆઉટ!': અમદાવાદ અને ચેન્નાઈમાં જામશે રોમાંચક મેચો, બધાની નજર NRR પર!

T20 World Cup; ટીમ ઈન્ડિયા માટે આજની મેચ 'વર્ચ્યુઅલ નોકઆઉટ!'

T20 World Cup; Rinku Singh ઝિમ્બાબ્વે સામેની મેચ રમશે!: પિતાની ગંભીર બીમારી વચ્ચે દેશ માટે મેદાનમાં ઉતરશે Rinku Singh!

T20 World Cup; Rinku Singh ઝિમ્બાબ્વે સામેની મેચ રમશે!

T20 World Cup; શું આજે શ્રીલંકા ઘરઆંગણે કીવીઓને હરાવી શકશે?: NRR સુધારવા શ્રીલંકાની ટીમે સારું પર્ફોમન્સ કરવું પડશે!

T20 World Cup; શું આજે શ્રીલંકા ઘરઆંગણે કીવીઓને હરાવી શકશે?

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો?: T20 World Cup અધવચ્ચે છોડીને સ્ટાર ક્રિકેટર ઘરે પરત ફર્યો, જાણો શું છે કારણ?

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો?