Home Sports T20 World Cup Sunil Gavaskar Gives Big Warning To Team India Before Semi Final

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'રેડ એલર્ટ!' : સૂર્યા-હાર્દિકે લેવી પડશે જવાબદારી, Sunil Gavaskar ની મોટી ચેતવણી

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયા માટે 'રેડ એલર્ટ!'
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 11:15 AM IST

T20 World Cup : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં 2026 T20 વર્લ્ડ કપની હાઇ-વોલ્ટેજ સેમીફાઇનલ રમાવા જઈ રહી છે. આ મહાજંગ પહેલા ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને એક ખાસ ચેતવણી આપી છે. ગાવસ્કરનું માનવું છે કે, ઈંગ્લેન્ડનો એક એવો ખેલાડી છે જે એકલે હાથે મેચનું પાસું પલટી શકે છે અને ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોકી શકે છે.

વિલ જેક્સ : ભારત માટે મોટો ખતરો

સુનીલ ગાવસ્કરે ઈંગ્લેન્ડના ઇન-ફોર્મ ઓલરાઉન્ડર વિલ જેક્સથી સાવધાન રહેવાની સલાહ આપી છે. ગાવસ્કરના મતે, જે રીતે ભારત માટે શિવમ દુબે અસરકારક સાબિત થાય છે, તેવી જ રીતે ઈંગ્લેન્ડ માટે વિલ જેક્સ નંબર 7 પર એક મોટો પ્લસ પોઈન્ટ છે. તે બેટિંગ અને બોલિંગ બંનેમાં મેચ વિનર સાબિત થઈ રહ્યો છે.

સ્પિન અને ટર્નનો પડકાર

ગાવસ્કરે જણાવ્યું કે, જો વાનખેડેની પિચ પર થોડો પણ ટર્ન જોવા મળશે, તો વિલ જેક્સ અત્યંત ખતરનાક બની શકે છે. તેની ઓફ-સ્પિન બોલિંગ ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ગાવસ્કરે ખાસ કરીને સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને સલાહ આપી છે કે, તેઓએ જેક્સની ઓવરોને સમજી-વિચારીને રમવી પડશે.

ચાર વખત પ્લેયર ઓફ ધ મેચનો દબદબો

વિલ જેક્સ અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ટુર્નામેન્ટમાં તે અત્યાર સુધીમાં 4 વખત પ્લેયર ઓફ ધ મેચ બની ચૂક્યો છે. ન્યૂઝીલેન્ડ સામે 18 બોલમાં 32 રનની આક્રમક ઇનિંગ હોય કે શ્રીલંકા સામે 3 વિકેટ ઝડપીને મેચ જીતાડવાની વાત હોય, જેક્સ દરેક ભૂમિકામાં સફળ રહ્યો છે. તે પાવરપ્લેમાં પણ બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

વાનખેડેનો અનુભવ અને IPL કનેક્શન

ભારત માટે સૌથી મોટો પડકાર એ છે કે, વિલ જેક્સ IPL માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. આ કારણે તે વાનખેડે સ્ટેડિયમની પરિસ્થિતિઓ, પિચના મિજાજ અને સીમારેખાઓથી સારી રીતે વાકેફ છે. ભલે તે ભારત સામે તેની પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચ રમશે, પરંતુ તેનો આ સ્થાનિક એક્સપિરિયન્સ ઈંગ્લેન્ડ માટે 'એક્સ-ફેક્ટર' સાબિત થઈ શકે છે.

વાનખેડેનો ઇતિહાસ અને ભારતની ચિંતા

વાનખેડે સ્ટેડિયમમાં ભારતનો સેમીફાઇનલ રેકોર્ડ થોડો ચિંતાજનક છે. 1987 માં ઇંગ્લેન્ડ સામે અને 2016 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત અહીં સેમીફાઇનલમાં હારી ચૂક્યું છે. જોકે, 2011 ના વર્લ્ડ કપની યાદો હજુ તાજી છે. ગાવસ્કરનું માનવું છે કે, જૂના રેકોર્ડને ભૂલીને ભારતે સંતુલિત રમત બતાવવી પડશે, કારણ કે બંને ટીમો પાસે મજબૂત બેટિંગ અને બોલિંગ લાઇનઅપ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now