logo-img
T20 World Cup South Africas Grand Victory Over West Indies In Ahmedabad

T20 World Cup; અમદાવાદમાં સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય વિજય! : વેસ્ટ ઈન્ડિઝ સુપર-8 માં હાર્યું, ભારત-ઝિમ્બાબ્વે મેચમાં સિંકદર રઝાએ ટોસ જીત્યો

T20 World Cup; અમદાવાદમાં સાઉથ આફ્રિકાનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભવ્ય વિજય!
Published by: Offbeat Team
| Last Updated: Feb 26, 2026, 01:24 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 ના સુપર-8 સ્ટેજમાં આજે ક્રિકેટના મેદાન પર બે મોટી મેચો થવાની છે જેમાંથી એક મેચ સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હતી જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને એકતરફી મેચમાં 9 વિકેટે હરાવીને સેમીફાઇનલ તરફ પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. બીજી તરફ, ચેન્નાઈના ચેપુક સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હાઇ-વોલ્ટેજ મેચ શરૂ થવા જઈ રહી છે. આફ્રિકાની ટુર્નામેન્ટમાં આ સતત છઠ્ઠી જીત છે, જે તેમને પોઈન્ટ ટેબલમાં ટોપ પર લઈ ગઈ છે.

સાઉથ આફ્રિકાની શાનદાર જીત : માર્કરામ અને એન્ગીડી ચમક્યા

અમદાવાદમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો સચોટ નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે રોમારિયો શેફર્ડના 52* અને જેસન હોલ્ડરના 49 રનની મદદથી 176 રન બનાવ્યા હતા, જેમાં લુંગી એન્ગીડીએ 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં, સાઉથ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામના વિસ્ફોટક 82* અને રાયન રિકેલ્ટનના 45 રનની મદદથી માત્ર 16.1 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને 177 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. શેફર્ડ 9 મા નંબર પર હાફ-સેન્ચુરી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હોવા છતાં તેની ઇનિંગ વ્યર્થ ગઈ હતી.

ભારત vs ઝિમ્બાબ્વે : ચેન્નાઈમાં જંગ માટે પ્લેઈંગ-11 તૈયાર

આજના દિવસની બીજી મેચ ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, જેનો અર્થ છે કે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. ભારતીય ટીમમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઇશાન કિશન જેવા આક્રમક બેટ્સમેનોનો સમાવેશ થાય છે, જ્યારે બોલિંગ લાઇન-અપમાં અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી પર સૌની નજર રહેશે.

આજની મેચોની પ્લેઈંગ-XI

ભારતની પ્લેઈંગ-XI:

અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન (Wk), સૂર્યકુમાર યાદવ (C), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

ઝિમ્બાબ્વેની પ્લેઈંગ-XI:

ટી. મારુમણી (Wk), બ્રાયન બેનેટ, ડાયન માયર્સ, રાયન બર્લ, સિકંદર રઝા (C), ટોની મુન્યોન્ગા, તાશિંગા મુસેકિવા, બ્રેડ ઇવાન્સ, ટી. માપોસા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now