logo-img
T20 World Cup Sahibzada Farhans Brilliant Century In The Match Against Namibia

T20 World Cup; 'કરો યા મરો' મેચમાં Sahibzada Farhan ની શાનદાર સદી! : પાકિસ્તાને નામિબિયાને આપ્યો 200 નો લક્ષ્યાંક!

T20 World Cup; 'કરો યા મરો' મેચમાં Sahibzada Farhan ની શાનદાર સદી!
Published by: Offbeat Team
| Last Updated: Feb 18, 2026, 12:07 PM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન માટે આજની મેચ 'કરો યા મરો' સમાન છે. કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઈ રહેલી આ મહત્વની મેચમાં પાકિસ્તાને નામિબિયા સામે રનનો પહાડ ખડકી દીધો છે. સાહિબજાદા ફરહાનની શાનદાર સેન્ચુરીની મદદથી પાકિસ્તાને 20 ઓવરમાં 199 રન બનાવ્યા છે અને હવે સુપર-8 માં પહોંચવા માટે નામિબિયાને 200 રનનો મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો છે.

ફરહાનની ઐતિહાસિક સેન્ચુરી

સાહિબજાદા ફરહાને આજે ઇતિહાસ રચી દીધો છે. તેઓ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનાર માત્ર બીજા પાકિસ્તાની બેટ્સમેન બન્યા છે. આ પહેલા 2014 માં અહેમદ શહેજાદે આ સિદ્ધિ મેળવી હતી. ફરહાને માત્ર 57 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી અને 58 બોલમાં 100 રન બનાવી નોટઆઉટ રહ્યા હતા.

મેચનો સ્કોર અને આક્રમક બેટિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 199 રન બનાવ્યા. ફરહાનની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. અંતિમ ઓવરોમાં શાદાબ ખાને પણ શાનદાર બેટિંગ કરી 22 બોલમાં 36 રન ફટકાર્યા હતા. કેપ્ટન સલમાન આગાએ પણ 38 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું, જ્યારે આશ્ચર્યજનક રીતે બાબર આઝમને આ મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી.

પાકિસ્તાન માટે કેમ મહત્વની છે આ જીત?

પાકિસ્તાન માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો પાકિસ્તાન આ મેચમાં નામિબિયાને હરાવે છે, તો તેને સુપર-8 ની ટિકિટ મળી જશે. પરંતુ જો પાકિસ્તાનની ટીમ હારી જાય છે, તો તે સુપર-8 ની રેસમાંથી બહાર થઈ જશે અને USA ની ટીમ અંતિમ-8 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.

ટીમમાં મોટા ફેરફારો

આ મહત્વપૂર્ણ મેચ માટે કેપ્ટન સલમાન આગાએ ટીમમાં બે મોટા ફેરફાર કર્યા હતા. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને સ્પિનર અબરાર અહેમદને રેસ્ટ આપીને સલમાન મિર્ઝા અને ખ્વાજા નાફેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી હતી. બીજી તરફ નામિબિયાએ પણ યુવા ખેલાડી જેક બ્રાસેલને ટીમમાં સામેલ કર્યો હતો.

પાકિસ્તાન પ્લેઈંગ XI:

સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), બાબર આઝમ, ઉસ્માન ખાન (વિકેટકીપર), ખ્વાજા નાફે, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, સલમાન મિર્ઝા, નસીમ શાહ, ઉસ્માન તારિક.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now