Home Sports T20 World Cup Kiwis Victory Or Defeat Will Decide Pakistans Future Know The Complete Math

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય! : પાકિસ્તાનની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડની જીત જરૂરી, જાણો સંપૂર્ણ ગણિત

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:37 AM IST

T20 World Cup : આજે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ક્રિકેટના મેદાનમાં બે દિગ્ગજ ટીમો, ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામસામે ટકરાશે. આ મેચ માત્ર આ બે ટીમો માટે જ નહીં, પણ પાકિસ્તાન માટે પણ અત્યંત મહત્વની છે. ઇંગ્લેન્ડની ટીમ અગાઉ જ સેમીફાઇનલમાં સ્થાન બનાવી ચૂકી છે, ત્યારે હવે ન્યુઝીલેન્ડ આ મેચ જીતીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

ગ્રુપ-2 ની વર્તમાન સ્થિતિ

સુપર 8 ના આ ગ્રુપમાં ઇંગ્લેન્ડ અત્યારે 4 પોઈન્ટ સાથે ટોચ પર છે અને સેમીફાઇનલમાં તેમનું સ્થાન નિશ્ચિત છે. બીજી તરફ, શ્રીલંકા તેની બંને મેચો હારીને રેસમાંથી બહાર થઈ ગયું છે. હવે બીજા સેમી ફાઇનલિસ્ટ માટે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

સેમીફાઇનલનું ગણિત

ન્યુઝીલેન્ડ પાસે અત્યારે 2 મેચમાં 3 પોઈન્ટ છે, જ્યારે પાકિસ્તાન પાસે 2 મેચમાં માત્ર 1 પોઈન્ટ છે. જો ન્યુઝીલેન્ડ આજે જીતે તો તે 5 પોઈન્ટ સાથે સીધું જ ક્વોલિફાય થશે. પરંતુ, જો ન્યુઝીલેન્ડ હારી જાય તો પાકિસ્તાન તેની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવીને 3 પોઈન્ટ મેળવી શકે છે. આવા સંજોગોમાં જેનો રન રેટ (NRR) સારો હશે તે ટીમ સેમીફાઇનલમાં પ્રવેશશે.

ખેલાડીઓનું પ્રદર્શન

ઇંગ્લેન્ડ માટે હેરી બ્રુક જોરદાર ફોર્મમાં છે, જેને પાકિસ્તાન સામે શાનદાર 100 રન ફટકારી જીત અપાવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનર અને કોલ મેકકોન્ચીએ શ્રીલંકા સામે નીચલા ક્રમે આવીને મહત્વના રન બનાવ્યા હતા. બોલિંગમાં રચિન રવિન્દ્રએ 4 વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા સાબિત કરી છે.મેચની વિગત

તારીખ : 27 ફેબ્રુઆરી

સમય : સાંજે 7:00 વાગ્યાથી, ટોસ 6:30 વાગે

સ્થળ : આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

કેપ્ટન : મિશેલ સેન્ટનર (NZ) અને હેરી બ્રુક (ENG)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now