Home Sports T20 World Cup Jasprit Bumrah Out Of Player Of The Tournament List Sanju Samson In

T20 World Cup; 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નું લિસ્ટ જાહેર! : 8 ખેલાડીઓના લિસ્ટમાંથી Jasprit Bumrah આઉટ અને Sanju Samson ઇન

T20 World Cup; 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નું લિસ્ટ જાહેર!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 01:46 PM IST

T20 World Cup : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ રમાવાની છે. આ મહામુકાબલા પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે (6 માર્ચ) ટુર્નામેન્ટના સર્વશ્રેષ્ઠ ખેલાડી એટલે કે 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' માટે 8 ખેલાડીઓનું શોર્ટલિસ્ટ જાહેર કર્યું છે. જોકે, આ લિસ્ટ આવતા જ ભારતીય ક્રિકેટ ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. દુનિયાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આ 8 ખેલાડીઓની લિસ્ટમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ભારત તરફથી આ એવોર્ડની રેસમાં માત્ર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન જ જગ્યા બનાવી શક્યો છે. જાણો આ લિસ્ટમાં કયા 8 ખેલાડીઓ સામેલ છે અને તેમનું પ્રદર્શન કેવું રહ્યું છે.

ભારતની એકમાત્ર આશા : સંજુ સેમસન

સંજુ સેમસનને ટુર્નામેન્ટમાં મોડેથી રમવાની તક મળી હતી, પરંતુ તેને નોકઆઉટ મેચોમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મહત્ત્વપૂર્ણ ક્વાર્ટર ફાઇનલમાં 97 રનની નોટઆઉટ ઇનિંગ્સ અને ઈંગ્લેન્ડ સામેની સેમીફાઇનલમાં 89 રનની વિફઓટક ઇનિંગ રમીને તેને ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. સેમસને માત્ર ચાર ઇનિંગ્સમાં 201.73 ના સ્ટ્રાઇક રેટ અને 77.33 ની એવરેજથી કુલ 232 રન ફટકાર્યા છે.

ઓલરાઉન્ડર વિલ જેક્સનો કમાલ

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર વિલ જેક્સે બેટ અને બોલ બંનેથી કમાલ કરી છે. તેને 176.56 ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા અને 9 વિકેટ પણ ઝડપી છે. છઠ્ઠા કે તેથી નીચેના ક્રમે બેટિંગ કરીને વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે તેના નામે છે. અગાઉ આ રેકોર્ડ મિસ્બાહ-ઉલ-હકના નામે હતો. જેક્સે ટુર્નામેન્ટમાં ચાર વખત 'પ્લેયર ઓફ ધ મેચ' નો એવોર્ડ પણ જીત્યો છે.

આફ્રિકન જોડી : એનગિડી અને માર્કરામ

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડી 7 મેચમાં 12 વિકેટ સાથે ટીમના સૌથી સફળ બોલર રહ્યા છે. તેમની ધીમી ગતિની બોલએ બેટ્સમેનોને ખૂબ મુશ્કેલીમાં મૂક્યા હતા. બીજી તરફ, કેપ્ટન એડન માર્કરામએ 8 ઇનિંગ્સમાં 165.31 ના સ્ટ્રાઇક રેટથી 286 રન બનાવ્યા છે. માર્કરામએ બેટિંગ ઉપરાંત ભારત સામે ઈશાન કિશનની મહત્વની વિકેટ પણ લીધી હતી.

કિવી સ્ટાર્સ : રવિન્દ્ર અને સેફર્ટ

ન્યૂઝીલેન્ડના યુવા ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રએ 8 મેચમાં 11 વિકેટ લેવાની સાથે 128 રન પણ બનાવ્યા છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સામે તેની બોલિંગ ઘણી શાનદાર રહી હતી. આ ઉપરાંત, વિકેટકીપર ટિમ સેફર્ટે સમગ્ર ટુર્નામેન્ટમાં 7 ઇનિંગ્સમાં 161.17 ની સ્ટ્રાઇક રેટથી 274 રન ફટકારીને સતત સારું પ્રદર્શન કર્યું છે.

અમેરિકાનો સરપ્રાઈઝ હીરો : શાલ્કવિક

આ વર્લ્ડ કપની સૌથી મોટી શોધ યુએસએ (USA) ના 37 વર્ષીય ફાસ્ટ બોલર શેડલી વાન શાલ્કવિક રહ્યા છે. ભલે યુએસએની ટીમ ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ, પરંતુ આ બોલરે માત્ર 4 મેચમાં જ 13 વિકેટ ઝડપી લીધી. તેને ભારત અને પાકિસ્તાન બંને સામે 4-4 વિકેટ લીધી હતી અને હાલ તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સંયુક્ત રીતે ટોપ પર છે.

ફરહાને તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ

પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન સાહિબજાદા ફરહાને આ ટુર્નામેન્ટમાં રનનો વરસાદ કર્યો છે. તેણે 7 ઇનિંગ્સમાં 160.25 ના સ્ટ્રાઇક રેટ અને 76.60 ની એવરેજથી 383 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી પણ ફટકારી છે. આ સાથે જ ફરહાને T20 વર્લ્ડ કપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો ભારતના વિરાટ કોહલીનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બુમરાહ કેમ બહાર?

જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીનું નામ આ લિસ્ટમાં ન હોવાથી ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જોકે, ICC ના જણાવ્યા અનુસાર, આ શોર્ટલિસ્ટ ખેલાડીઓના વ્યક્તિગત આંકડા અને ટીમને જીતાડવામાં તેમની સીધી અસર (Impact) ના આધારે ખૂબ જ બારીકાઈથી તૈયાર કરવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now