T20 World Cup : ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2026 માં હવે ખરાખરીનો જંગ શરૂ થઈ ચૂકી છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં ગઈકાલે એટલે કે, 20 ફેબ્રુઆરીએ ગ્રુપ સ્ટેજની તમામ મેચો પૂર્ણ થઈ ગઈ છે. હવે મેદાન તૈયાર છે 'સુપર-8' માટે, જ્યાં વિશ્વની શ્રેષ્ઠ 8 ટીમો સેમીફાઇનલની ટિકિટ મેળવવા માટે એકબીજા સામે ટકરાશે. લીગ સ્ટેજમાં ઘણા મોટા ઉલટફેર જોવા મળ્યા છે, જેના કારણે સુપર-8 ના સમીકરણો ખૂબ જ રસપ્રદ બન્યા છે.
સુપર-8 સ્ટેજ: ટીમોનું વર્ગીકરણ
લીગ સ્ટેજના પ્રદર્શનના આધારે ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે:
ગ્રુપ - 1 (અજેય ટીમો) | ગ્રુપ - 2 |
|---|---|
ભારત (India) | ઈંગ્લેન્ડ (England) |
સાઉથ આફ્રિકા (South Africa) | ન્યુઝીલેન્ડ (New Zealand) |
વેસ્ટ ઈન્ડિઝ (West Indies) | પાકિસ્તાન (Pakistan) |
ઝિમ્બાબ્વે (Zimbabwe) | શ્રીલંકા (Sri Lanka) |
આજની મેચ : ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન
સુપર-8 ના સ્ટેજનો પ્રારંભ આજે સાંજે 7:00 વાગ્યે કોલંબોના ઐતિહાસિક આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે થશે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની છે. ન્યુઝીલેન્ડની કમાન મિશેલ સેન્ટનરના હાથમાં છે, જ્યારે પાકિસ્તાની ટીમ સલમાન આગાની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે. ગ્રુપ-2 ની આ બંને ટીમો જીત સાથે પોતાના સુપર-8 ના અભિયાનની શરૂઆત કરવા આતુર હશે.
લીગ સ્ટેજનો અહેવાલ અને ભારતની સ્થિતિ
ભારતીય ટીમ ગ્રુપ-A માં અજેય રહીને ટોપ પર રહી છે, પરંતુ ટીમ માટે ચિંતાનો વિષય ઓપનર અભિષેક શર્માનું ફોર્મ છે. ICC નો નંબર 1 બેટ્સમેન હોવા છતાં, અભિષેક રમેલી 3 મેચમાં ઝીરો (Duck) પર આઉટ થયો છે. પાકિસ્તાન આ જ ગ્રુપમાં બીજા નંબરે રહીને ક્વોલિફાઈ થયું છે. બીજી તરફ, ઝિમ્બાબ્વે આ ટુર્નામેન્ટનું સૌથી મોટું સરપ્રાઈઝ સાબિત થયું છે. તેમણે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમોને હરાવીને ગ્રુપ-B માં ટોચનું સ્થાન મેળવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા પણ પોતપોતાના ગ્રુપમાં અજેય રહ્યા છે, જ્યારે ઈંગ્લેન્ડની ટીમે નેપાળ સામે માંડ 4 રનથી જીત મેળવી સુપર-8 માં જગ્યા બનાવી છે.
સુપર-8 સંપૂર્ણ શેડ્યૂલ
તારીખ | મેચ | સ્ટેડિયમ |
|---|---|---|
21 ફેબ્રુઆરી | ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન | આર. પ્રેમદાસા સ્ટેડિયમ |
22 ફેબ્રુઆરી | શ્રીલંકા vs ઇંગ્લેન્ડ | પલ્લેકેલે સ્ટેડિયમ |
22 ફેબ્રુઆરી | ભારત vs સાઉથ આફ્રિકા | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ |
23 ફેબ્રુઆરી | ઝિમ્બાબ્વે vs વેસ્ટ ઇન્ડીઝ | વાનખેડે સ્ટેડિયમ |
24 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ vs પાકિસ્તાન | પલ્લેકેલે સ્ટેડિયમ |
25 ફેબ્રુઆરી | શ્રીલંકા vs ન્યુઝીલેન્ડ | આર. પ્રેમદાસા સ્ટેડિયમ |
26 ફેબ્રુઆરી | વેસ્ટ ઇન્ડીઝ vs સાઉથ આફ્રિકા | નરેન્દ્ર મોદી સ્ટેડિયમ |
26 ફેબ્રુઆરી | ભારત vs ઝિમ્બાબ્વે | એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ |
27 ફેબ્રુઆરી | ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ | આર. પ્રેમદાસા સ્ટેડિયમ |
28 ફેબ્રુઆરી | શ્રીલંકા vs પાકિસ્તાન | પલ્લેકેલે સ્ટેડિયમ |
1 માર્ચ | ઝિમ્બાબ્વે vs સાઉથ આફ્રિકા | અરુણ જેટલી સ્ટેડિયમ |
1 માર્ચ | ભારત vs વેસ્ટ ઇન્ડીઝ | ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ |




















