logo-img
T20 World Cup Any 4 Teams From Super 8 Will Reach The Semi Finals

T20 World Cup; સુપર-8 ની કોઈ 4 ટીમો પહોંચશે સેમીફાઇનલમાં! : 12 મેચોથી સેમીફાઇનલિસ્ટ કેવી રીતે નક્કી થશે? જાણો સુપર-8 નું આખું ગણિત

T20 World Cup; સુપર-8 ની કોઈ 4 ટીમો પહોંચશે સેમીફાઇનલમાં!
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 09:30 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક સફર હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. 20 ટીમો સાથે શરૂ થયેલા આ મહાકુંભમાં હવે માત્ર 8 ટીમો બાકી રહી છે, જ્યારે 12 ટીમો બહાર થઈ ગઈ છે. શનિવાર, 21 ફેબ્રુઆરીથી 'સુપર-8' રાઉન્ડનો પ્રારંભ થઈ રહ્યો છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમો વચ્ચે હવે સેમીફાઇનલમાં પહોંચવા માટે જોરદાર ટક્કર જોવા મળશે.

બે ગ્રુપમાં વહેંચાઈ ટીમો

સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 8 ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે:

ગ્રુપ 1 : ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે.

ગ્રુપ 2 : ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા.

શું છે સુપર-8 નું ફોર્મેટ?

સુપર-8 રાઉન્ડમાં દરેક ટીમે કુલ 3-3 મેચ રમવાની રહેશે. દરેક ટીમ પોતાના ગ્રુપની બાકીની ત્રણ ટીમો સામે એક-એક મેચ રમશે. આ રાઉન્ડમાં કુલ 12 મેચો રમાશે. લીગ સ્ટેજની જેમ જ અહીં પણ પોઇન્ટ્સના આધારે ટીમોનું રેન્કિંગ નક્કી થશે.

સેમીફાઇનલનો નિર્ણય કેવી રીતે લેવાશે?

  • જ્યારે સુપર-8 ની તમામ 12 મેચો પૂર્ણ થશે, ત્યારે બંને ગ્રુપના પોઈન્ટ ટેબલ જોવામાં આવશે.

  • ગ્રુપ 1 માંથી ટોચની 2 ટીમો અને ગ્રુપ 2 માંથી ટોચની 2 ટીમો સીધી સેમીફાઇનલ માટે ક્વોલિફાય થશે.

  • બાકીની ટીમો (જે ત્રીજા અને ચોથા ક્રમે હશે) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

  • સેમીફાઇનલમાં ગ્રુપ 1 ની નંબર-1 ટીમ ગ્રુપ 2 ની નંબર-2 ટીમ સામે ટકરાશે. જ્યારે બીજો મેચ ગ્રુપ 2 ની નંબર-1 અને ગ્રુપ 1 ની નંબર-2 ટીમ વચ્ચે થશે.

પાકિસ્તાન માટે ખાસ નિયમ

આ ટુર્નામેન્ટમાં એક વિશેષ બાબત એ છે કે, જો પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલ કે ફાઇનલમાં પહોંચે છે, તો તે મેચો શ્રીલંકામાં આયોજિત કરવામાં આવશે.

સુપર-8 મુકાબલાનું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખ

મેચ

સ્ટેડિયમ

21 ફેબ્રુઆરી

ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન

આર. પ્રેમદાસા સ્ટેડિયમ

22 ફેબ્રુઆરી

શ્રીલંકા vs ઇંગ્લેન્ડ

પલ્લેકેલે સ્ટેડિયમ

22 ફેબ્રુઆરી

ભારત vs સાઉથ આફ્રિકા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

23 ફેબ્રુઆરી

ઝિમ્બાબ્વે vs વેસ્ટ ઇન્ડીઝ

વાનખેડે સ્ટેડિયમ

24 ફેબ્રુઆરી

ઇંગ્લેન્ડ vs પાકિસ્તાન

પલ્લેકેલે સ્ટેડિયમ

25 ફેબ્રુઆરી

શ્રીલંકા vs ન્યુઝીલેન્ડ

આર. પ્રેમદાસા સ્ટેડિયમ

26 ફેબ્રુઆરી

વેસ્ટ ઇન્ડીઝ vs સાઉથ આફ્રિકા

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

26 ફેબ્રુઆરી

ભારત vs ઝિમ્બાબ્વે

એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ

27 ફેબ્રુઆરી

ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ

આર. પ્રેમદાસા સ્ટેડિયમ

28 ફેબ્રુઆરી

શ્રીલંકા vs પાકિસ્તાન

પલ્લેકેલે સ્ટેડિયમ

1 માર્ચ

ઝિમ્બાબ્વે vs સાઉથ આફ્રિકા

અરુણ જેટલી સ્ટેડિયમ

1 માર્ચ

ભારત vs વેસ્ટ ઇન્ડીઝ

ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now