logo-img
T20 World Cup Abhishek Sharma Fit For Team Ahead Of Match Against Pakistan

T20 World Cup; પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ અભિષેક શર્મા ફિટ! : ઈશાન કિશને તેની સફળતાનું રહસ્ય કર્યું જાહેર!

T20 World Cup; પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ અભિષેક શર્મા ફિટ!
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 12:54 PM IST

T20 World Cup : ભારતીય ક્રિકેટ ટીમમાં હાલ ફેરફારનો પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિકેટકીપર બેટર ઈશાન કિશને પોતાની સફળતા પાછળનું એક મોટું રહસ્ય ખોલ્યું છે. બીજી તરફ, પાકિસ્તાન સામેની મોટી મેચ પહેલા ભારતીય ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ઈશાનની ગંભીરતા અને અભિષેક શર્માની ફિટનેસ અત્યારે ચર્ચાનો વિષય બની છે.

ઈશાનનું નવું વ્યક્તિત્વ

ઈશાન કિશને ખુલ્લા મને સ્વીકાર્યું છે કે, તેના સ્વભાવમાં આવેલા પરિવર્તને તેને મેદાન પર વધુ મજબૂત બનાવ્યો છે. ઈશાને કહ્યું, "હવે હું એક બદલાયેલો વ્યક્તિ છું. પહેલા હું આખો દિવસ મજાક-મસ્તીમાં રહેતો હતો, પણ હવે મેં મારી પ્રાથમિકતાઓ નક્કી કરી લીધી છે. હવે હું દિવસમાં માત્ર 2-3 કલાક જ મનોરંજન કરું છું, બાકીનો પૂરો સમય મારી રમતને આપું છું."

શાનદાર પ્રદર્શન અને ફોકસ

નામિબિયા સામેની મેચમાં માત્ર 24 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમીને ઈશાને સાબિત કરી દીધું છે કે, તેનું ધ્યાન હવે માત્ર રમત પર છે. તેણે જણાવ્યું કે, અત્યારે તેની પ્રથમ પ્રાથમિકતા માત્ર બેટિંગ અને વિકેટકીપિંગમાં સુધારો કરવાની છે. કરિયરમાં આવેલા ઉતાર-ચઢાવ અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવ્યા બાદ તેને આત્મચિંતન કરવાની તક મળી, જે હવે તેના રન રૂપે દેખાઈ રહી છે.

અભિષેક શર્માની ફિટનેસ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનારી મહત્વની મેચ પહેલા ટીમ માટે રાહતના સમાચાર છે. ભારતીય ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા હવે સંપૂર્ણ ફિટ જણાઈ રહ્યો છે.

સ્પિનર વરુણ ચક્રવર્તીએ પુષ્ટિ કરી છે કે, અભિષેકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તે મેદાન પર કમબેક કરવા માટે તૈયાર છે. ઈશાન કિશનની ગંભીરતા અને યુવા ખેલાડીઓની ફિટનેસ જોતા એવું લાગે છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન સામેની ટક્કર માટે પૂરી રીતે સજ્જ છે. શિસ્ત અને સમર્પણ જ હવે ટીમ ઈન્ડિયાના નવા મંત્ર બની રહ્યા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now