Home Sports T20 World Cup A 43 Year Old Coincidence Between India And England

T20 World Cup; ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો 43 વર્ષ જૂનો એ ગજબ સંયોગ! : ટીમ ઇન્ડિયા માટે શુભ સંકેત, ઈંગ્લેન્ડ સામેની જીત એટલે ટ્રોફી પાકી!

T20 World Cup; ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેનો 43 વર્ષ જૂનો એ ગજબ સંયોગ!
Published by: Offbeat Team
| Last Updated: Mar 03, 2026, 06:44 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. 8 માર્ચે રમાનારી ફાઇનલમાં કોણ બાજી મારશે તે તો સમય જ કહેશે, પરંતુ તે પહેલા એક એવો અજબ-ગજબ સંયોગ સામે આવ્યો છે જે ભારતીય ફેન્સમાં ઉત્સાહ ભરી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાવાની છે. આ મેચ માત્ર ફાઇનલની ટિકિટ માટે નથી, પરંતુ એક એવા ઇતિહાસને દોહરાવવા માટે છે જે કહે છે કે, 'જ્યારે ભારત સેમીફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવે છે, ત્યારે ભારત જ ચેમ્પિયન બને છે!'

ઐતિહાસિક સંયોગનો જાદુ

ક્રિકેટના ઇતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ અત્યાર સુધી ICC ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં 4 વાર સામસામે આવી ચૂક્યા છે. આ આંકડો અત્યારે 2-2 ની બરાબરી પર છે. ખાસ વાત એ છે કે, જે બે વર્ષોમાં (1983 અને 2024) ભારતે ઈંગ્લેન્ડને સેમીફાઇનલમાં પછાડ્યું, તે બંને વખતે ભારતે વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી છે. આ 43 વર્ષ જૂનો સંયોગ ટીમ ઇન્ડિયા માટે વિજયનો સંકેત આપી રહ્યો છે.

1983 અને 2024 : ભારતનો સુવર્ણ ઇતિહાસ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલનો પ્રથમ જંગ 1983 ના વનડે વર્લ્ડ કપમાં થયો હતો. ત્યારે કપિલ દેવની સેનાએ ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવીને ઇતિહાસનું પ્રથમ વર્લ્ડ કપ જીત્યું હતું. છેલ્લે 2024 ના T20 વર્લ્ડ કપમાં પણ ભારતે ઈંગ્લેન્ડને 68 રને હાર આપી હતી. રોહિત શર્માની ફિફ્ટી અને કુલદીપ-અક્ષરની સ્પિન જોડીએ ઈંગ્લેન્ડને પેવેલિયન ભેગું કર્યું હતું અને ભારતે ખિતાબ જીત્યો હતો.

જ્યારે ઇંગ્લેન્ડે ભારતનું સપનું તોડ્યું

જોકે, સિક્કાની બીજી બાજુ ઈંગ્લેન્ડનો દબદબો પણ રહ્યો છે. ઈંગ્લેન્ડે 1987 અને 2022 ની સેમીફાઇનલમાં ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. 1987 માં ગ્રેહામ ગૂચની શાનદાર સેન્ચુરી (136 રન)ની મદદથી ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું, જે સુનિલ ગાવસ્કરની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ બની હતી. ત્યારબાદ 2022 ના T20 વર્લ્ડ કપમાં એડિલેડના મેદાન પર જોશ બટલર અને એલેક્સ હેલ્સે ભારતને 10 વિકેટે હરાવીને શરમજનક હાર આપી હતી. આમ, ઈંગ્લેન્ડ પણ સેમીફાઇનલમાં ભારત સામે જીતવાનો મજબૂત ઇતિહાસ ધરાવે છે.

વાનખેડેનું મેદાન અને અભિષેકનો પાવર

આ વખતે સેમીફાઇનલ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેદાન ભારત માટે નસીબદાર રહ્યું છે. ખાસ કરીને યુવા બેટ્સમેન અભિષેક શર્માના આંકડા અહીં ડર પેદા કરે તેવા છે. વાનખેડેમાં ઈંગ્લેન્ડ સામેની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ માત્ર 54 બોલમાં 135 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જે ભારત માટે પ્લસ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

હવે રસ્તો સાફ છે

જોકે, 1987 અને 2022 માં ઈંગ્લેન્ડે ભારતને હરાવીને બહાર પણ કર્યું છે, પરંતુ વર્તમાન ફોર્મ અને ઐતિહાસિક સંયોગો ભારતની તરફેણમાં દેખાય છે. જો ભારત 5 માર્ચે ઇંગ્લેન્ડને હરાવવામાં સફળ રહેશે, તો 8 માર્ચે ભારતનું ચેમ્પિયન બનવું લગભગ ફાઇનલ ગણાશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે!: ટાઇટલ જીતવા માટે હવે ચોક્કસ રણનીતિ અને ટીમ વર્ક જોઈશે

T20 World Cup; સેમીફાઇનલ પહેલા ટીમ ઈન્ડિયાએ આ 6 ભૂલોને સુધારવી પડશે!

વર્લ્ડ કપ રમવા આવેલી આ ટીમ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ભારતમાં અટવાઈ!: ટીમને સુરક્ષિત વતન પરત મોકલવા ICC એ ઘડ્યો સ્પેશિયલ પ્લાન

વર્લ્ડ કપ રમવા આવેલી આ ટીમ ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને કારણે ભારતમાં અટવાઈ!

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ: ભિખારી પાકિસ્તાને પોતાના જ ખેલાડીઓ પાસે માંગી 50 લાખની 'ભીખ!'

વર્લ્ડ કપમાંથી ફેંકાઈ જનાર પાકિસ્તાની ટીમ પર PCB એ ફટકાર્યો દંડ

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો!: Sanju Samson ની ઇનિંગ અને 13 નો આંકડો બન્યા મેચનો ટર્નિંગ પોઈન્ટ!

T20 World Cup; ટીમ ઈન્ડિયાને ફળ્યો 13 નો આંકડો!

Sanju Samson; 'મેં મારો ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી દીધા!': અંડર પ્રેશરથી ગેમ ચેન્જર સુધી, સંજુએ જણાવ્યું કે તેને કેવી રીતે મુશ્કેલ સમયમાંથી કમબેક કર્યું!

Sanju Samson; 'મેં મારો ફોન અને સોશિયલ મીડિયા બંધ કરી દીધા!'

BCCI એ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શિડ્યુલ કર્યું જાહેર!: જૂન મહિનામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જામશે ક્રિકેટનો રોમાંચ!

BCCI એ અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શિડ્યુલ કર્યું જાહેર!

સંજુ સેમસનને વારંવાર ટીમમાંથી કેમ બહાર કરવામાં આવતો હતો?: વેસ્ટ ઈન્ડિઝ સામે જીત બાદ ગૌતમ ગંભીરે સંજુ મુદ્દે તોડ્યું મૌન

સંજુ સેમસનને વારંવાર ટીમમાંથી કેમ બહાર કરવામાં આવતો હતો?

T20 World Cup; Sanju Samson એ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ તોડ્યો!: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો રન ચેઝ, સંજુએ રચ્યો ઇતિહાસ!

T20 World Cup; Sanju Samson એ કોહલીનો 'વિરાટ' રેકોર્ડ તોડ્યો!

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત: સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે જંગ જામશે

સંજુ સેમસનની જબરદસ્ત બેટિંગના દમે ભારતની શાનદાર જીત

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક!: ઝિમ્બાબ્વેને હરાવી સાઉથ આફ્રિકા ગ્રુપ-1 માં ટોપ પર, હવે ઈન્ડિયાની જીત પર નજર!

T20 World Cup; સેમીફાઇનલમાં પહોંચવા ઈન્ડિયા સામે 196 રનનો લક્ષ્યાંક!

T20 World Cup: ભારત vs વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સેમિફાઇનલ માટે મહાજંગ! સાઉથ આફ્રિકા અજેય રહી ક્વોલિફાય, હવે ભારત માટે 'કરો યા મરો' ની સ્થિતિ!

T20 World Cup

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું: અંતિમ ઓવરના રોમાંચમાં શ્રીલંકાને હરાવ્યું પણ T20 વર્લ્ડ કપ 2026માંથી થયું બહાર

પાકિસ્તાન જીત્યું પણ હારી ગયું

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!: હુબલીમાં રમાયેલી ફાઇનલમાં J&K નો દબદબો, કર્ણાટક સામે મેળવી ભવ્ય જીત

રણજી ટ્રોફી ફાઇનલમાં જમ્મુ-કાશ્મીરના આ 5 ‘લાલ’ ચમક્યા!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!: 67 વર્ષની આતુરતાનો આવ્યો અંત, જમ્મુ-કાશ્મીર બન્યું પહેલીવાર ચેમ્પિયન!

Ranji Trophy Final; જમ્મુ-કાશ્મીરે કર્ણાટકની સામે રચ્યો નવો ઇતિહાસ!
Play Video

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?: જાણો ટીમ ઈન્ડિયા માટે સેમીફાઇનલના ક્વોલિફિકેશનનું આખું ગણિત!

T20 World Cup; જો ભારત સેમીફાઇનલમાં પહોંચે છે તો કઈ ટીમ સામે થશે જંગ?

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?: પાકિસ્તાન માટે 'કરો યા મરો' ની જંગ, ન્યૂઝીલેન્ડની નજર આજની મેચ પર!

T20 World Cup; શું પાકિસ્તાન શ્રીલંકાને હરાવીને સેમીફાઇનલમાં પહોંચશે?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!: ઝારખંડ હાઉસિંગ બોર્ડે ફટકારી અંતિમ નોટિસ, જાણો શું છે આરોપ?

ધોનીનું રાંચી હાઉસ હવે ખતરામાં!

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ: ઇંગ્લેન્ડે હારેલી બાજી જીતી ન્યુઝીલેન્ડને હરાવ્યું, પાકિસ્તાનની સેમીફાઈનલની આશા જીવંત

છેલ્લા 18 બોલમાં પલટાઈ ગઈ ગેમ

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!: પાકિસ્તાનની આશા જીવંત રાખવા ઇંગ્લેન્ડની જીત જરૂરી, જાણો સંપૂર્ણ ગણિત

T20 World Cup; કીવીની હાર-જીતથી પાકિસ્તાનનું નક્કી થશે ભવિષ્ય!