Home Sports T20 World Cup 2026 Only 3 Days Left Know The Analysis And Complete Information Of Each Group

T20 વર્લ્ડ કપ 2026; માત્ર 3 દિવસ બાકી, જાણો દરેક ગ્રુપનું એનાલિસિસ! : આ ગ્રુપ બન્યું ‘ગ્રુપ ઓફ ડેથ’, સેમીફાઇનલ સુધી પહોંચવા માટે ટીમો વચ્ચે થશે કાંટાની ટક્કર

T20 વર્લ્ડ કપ 2026; માત્ર 3 દિવસ બાકી, જાણો દરેક ગ્રુપનું એનાલિસિસ!
Published by: OBS Bureau
Last Updated: Feb 04, 2026, 01:07 PM IST

T20 World Cup 2026 : ક્રિકેટના સૌથી નાના ફોર્મેટનો મહાકુંભ એટલે કે, T20 વર્લ્ડ કપ 2026 આગામી 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાશે. આ મેગા ટુર્નામેન્ટમાં વિશ્વભરની કુલ 20 ટીમો ભાગ લેશે, જેમને 5-5ના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

કેવી રીતે રમાશે ટુર્નામેન્ટ?

દરેક ટીમ પોતાના ગ્રુપમાં 4 લીગ મેચ રમશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમો 'સુપર-8' સ્ટેજમાં પ્રવેશશે. સુપર-8 માં ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે અને ત્યાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 4 ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરશે.

ગ્રુપ-A: ભારત-પાકિસ્તાનનો જંગ

આ ગ્રુપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન છે. જોકે, ગત વખતે પાકિસ્તાનને હરાવનાર USA ની ટીમ પણ અહીં છે, જે કોઈ પણ સમયે ઉલટફેર કરી શકે છે. નામિબિયા અને નેધરલેન્ડ્સ પણ આ ગ્રુપને રસપ્રદ બનાવશે. ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાન તરફથી સલમાન અલી આગા કેપ્ટનશીપ સંભાળશે.

ગ્રુપ-B: ઉલટફેરની શક્યતા

ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી પૂર્વ ચેમ્પિયન ટીમો આ ગ્રુપમાં હોવાથી તેઓ પ્રબળ દાવેદાર છે. પરંતુ આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો મોટી ટીમોની રમત બગાડી શકે છે, તેથી આ ગ્રુપને 'સ્લીપર ગ્રુપ' તરીકે ઓળખવામાં આવે છે.

ગ્રુપ-C: નેપાળ પર રહેશે નજર

આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી બે-બે વાર ખિતાબ જીતનારી ટીમો છે. જોકે, સૌથી વધુ ધ્યાન નેપાળની ટીમ ખેંચી રહી છે. હાલના સમયમાં નેપાળે વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમને હરાવીને પોતાની તાકાત બતાવી છે. આ ગ્રુપમાં સ્કોટલેન્ડ અને પહેલીવાર ક્વોલિફાય થયેલી ઈટાલીની ટીમ પણ સામેલ છે.

ગ્રુપ-D: 'ગ્રુપ ઓફ ડેથ'

સૌથી ખતરનાક અને અનપ્રિડિક્ટેબલ ગ્રુપ એટલે ગ્રુપ-D. જેમાં સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમો છે. અફઘાનિસ્તાને છેલ્લા વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધી રમી હતી, જેના કારણે આ ગ્રુપમાં દરેક મેચ હાઈ-વોલ્ટેજ રહેશે. UAE અને કેનેડા માટે આ ગ્રુપમાં ટકી રહેવું મોટો પડકાર હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now