Home Sports T20 Cricket League News Washington Freedom Vs Mi New York Final

MLC Final 2025: WSHFreedom VS MINYC : મેજર લીગ ક્રિકેટની ફાઇનલ, કેટલા વાગે અને ક્યાંથી જોઇ શકાશે લાઇવ સ્ટ્રીમિંગ, જાણો

MLC Final 2025: WSHFreedom VS MINYC
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 10:52 AM IST

મેજર લીગ ક્રિકેટ 2025 ની ફાઇનલનો સમય આવી ગયો છે, વોશિંગ્ટન ફ્રીડમ અને MI ન્યૂ યોર્ક ચેમ્પિયન બનવા માટે એકબીજા સામે ટકરાશે. ફાઇનલ 13 જુલાઈ, રવિવારના રોજ છે પરંતુ ભારતીય સમય મુજબ, આ મેચ સોમવાર, 14 જુલાઈથી શરૂ થશે.

ફાઈનલ 14 જુલાઈએ
મેજર લીગ ક્રિકેટ 2025 ઇવેન્ટ 6 ટીમોથી શરૂ થઈ હતી. વોશિંગ્ટન ફ્રીડમ, ટેક્સાસ સુપર કિંગ્સ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ અને MI ન્યૂ યોર્ક લીગ સ્ટેજ પછી ટોપ 4 માં રહીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે વરસાદને કારણે ક્વોલિફાયર રદ કરવામાં આવ્યું, ત્યારે વોશિંગ્ટન, જે નંબર વન પર હતું, તેને ફાઇનલમાં સીધી ટિકિટ મળી.

જે જીતશે તે ટીમનું બીજી ટાઈટલ હશે?
એલિમિનેટર મેચમાં, MI ન્યૂ યોર્કે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સને હરાવીને ચેલેન્જરમાં જગ્યા બનાવી અને પછી ટેક્સાસ સુપર કિંગ્સને હરાવીને બીજી ફાઇનલિસ્ટ ટીમ બની છે. આ મેજર લીગ ક્રિકેટની આ ત્રીજી સીઝન છે. 2023 ની પહેલી સીઝનમાં MI ન્યૂ યોર્કે જીતી હતી. જ્યારે છેલ્લી સીઝન ની ચેમ્પિયન વોશિંગ્ટન ફ્રીડમ હતી. એટલે કે, જે પણ ટીમ ફાઇનલ જીતે છે, તે તેમનું બીજું MLC ટાઇટલ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now