Home Automobile Suv Car Maintenance 6 Important Oils Guide

તમારી ગાડીને લાંબા સમય સુધી નવી રાખવા માટે આ 6 ઓઇલ્સ જાણવા જરૂરી! : કાર સર્વિસમાં આ ભૂલ કરશો તો ચૂકવવી પડશે ભારે કિંમત

putting oil in a car
Published by: Aryan Shah
Last Updated: Apr 15, 2026, 07:29 AM IST

Car Maintenance Tips : સામાન્ય રીતે આપણે કારની સર્વિસ કરાવીએ ત્યારે ફક્ત એન્જિન ઓઇલ પર જ ધ્યાન આપતા હોઈએ છીએ. મોટાભાગની નાની ગાડીઓમાં 4 પ્રકારના મુખ્ય ઓઇલ હોય છે, પરંતુ જ્યારે વાત SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) ની આવે ત્યારે તેમાં 6 અલગ-અલગ પ્રકારના ઓઇલનો ઉપયોગ થાય છે. જો તમે સમયસર આ ઓઇલ નથી બદલતા, તો તમારી મોંઘીદાટ SUV નું આયુષ્ય ઘટી શકે છે અને મોટો ખર્ચ આવી શકે છે. જાણો આ 6 જીવનરક્ષક ઓઇલ વિશેની સંપૂર્ણ માહિતી.

એન્જિન ઓઇલ : એન્જિનની જીવાદોરી

એન્જિન ઓઇલ કોઈપણ વાહન માટે સૌથી મહત્વનું છે. તે એન્જિનના અંદરના ભાગોને લુબ્રિકેટ કરે છે જેથી ધાતુના ભાગો ઘસાય નહીં. તે એન્જિનના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે. જો તમે સમયસર તેને ન બદલો તો એન્જિન જામ થઈ શકે છે.

બ્રેક ઓઇલ : સલામતી માટે અનિવાર્ય

બ્રેક ઓઇલ એક હાઇડ્રોલિક પ્રવાહી છે. જ્યારે તમે બ્રેક પેડલ દબાવો છો, ત્યારે આ ઓઇલ દબાણ પેદા કરીને ગાડીને રોકવામાં મદદ કરે છે. જો બ્રેક ઓઇલ ઓછું હોય કે ખરાબ થઈ ગયું હોય, તો બ્રેક ફેલ થવાનું જોખમ રહે છે.

ગિયર ઓઇલ : સ્મૂધ ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ

ગિયરબોક્સની અંદરના ગિયર્સ સતત એકબીજા સાથે ઘસાતા હોય છે. ગિયર ઓઇલ આ ઘર્ષણને ઓછું કરે છે અને ગિયર બદલવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. તે ગિયરબોક્સને ગરમ થતું પણ અટકાવે છે.

એસી કોમ્પ્રેસર ઓઇલ : એસીની ઠંડક જાળવવા

ઘણા લોકોને ખબર નથી હોતી કે, કારના AC માં પણ ઓઇલ હોય છે. આ ઓઇલ એસી કોમ્પ્રેસરના ફરતા ભાગોને લુબ્રિકેટ કરે છે. આ ઓઇલની મદદથી AC લાંબા સમય સુધી સારી ઠંડક આપે છે અને કોમ્પ્રેસર બગડતું નથી.

પાવર સ્ટીયરિંગ ઓઇલ : સરળ હેન્ડલિંગ

SUV જેવી મોટી ગાડીઓમાં સ્ટીયરિંગ ફેરવવું મહેનતનું કામ હોઈ શકે છે, પરંતુ પાવર સ્ટીયરિંગ ઓઇલ તેને એકદમ હળવું બનાવી દે છે. તે સિસ્ટમને કાટથી બચાવે છે અને સ્ટીયરિંગને જામ થવા દેતું નથી.

ડિફરન્શિયલ ઓઇલ : મજબૂત પકડ અને પાવર

SUV માં ડિફરન્શિયલ ગિયર્સ ખૂબ મહત્વના હોય છે, જે વ્હીલ્સને પાવર આપે છે. આ ગિયર્સ વચ્ચે થતાં ભારે ઘર્ષણને રોકવા માટે ડિફરન્શિયલ ઓઇલ વપરાય છે. ખાસ કરીને 4x4 ગાડીઓમાં આ ઓઇલ ચેક કરવું ખૂબ જ જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now