Home Entertainment Suryavansham Actress Death Was Not An Accident But Murder Revealed After 22 Years Action Taken Against The Actor

અભિનેત્રી સૌંદર્યાના મોતને લઈને સનસનીખેજ ઘટસ્ફોટ : સૂર્યવંશમ એક્ટ્રેસનું મોત અકસ્માત નહીં, હત્યા હતી! 22 વર્ષ બાદ થયો ખુલાસો, અભિનેતા સામે કાર્યવાહી

અભિનેત્રી સૌંદર્યાના મોતને લઈને સનસનીખેજ ઘટસ્ફોટ
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2025, 02:46 PM IST

બોલિવૂડ અને ટોલીવુડની જાણીતી અભિનેત્રી સૌંદર્યાના મૃત્યુને લઈને 22 વર્ષ બાદ એક નવો ખુલાસો સામે આવ્યો છે. સૂર્યવંશમ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલી સૌંદર્યાના મૃત્યુને અત્યાર સુધ એક્સિડન્ટ માનવામાં આવતું હતું, પરંતુ હાલમાં જ એક સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. આ મામલામાં એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેના મોતને હત્યા ગણાવી છે. શું છે આખો મામલો, ચાલો તમને જણાવીએ.

શું કહ્યું હતું ફરિયાદમાં?
ખમ્મમ જિલ્લાના એક વ્યક્તિ ચિત્તિમલ્લુએ એસીપી અને જિલ્લા વહીવટીતંત્રને લેખિત ફરિયાદ આપી છે, જેમાં અભિનેતા મોહન બાબુ પર સૌંદર્યાની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદીએ સરકારને વિનંતી કરી છે કે મોહન બાબુના કબજામાં આવેલી જમીનનો કબજો લેવામાં આવે અને તેનો ઉપયોગ અનાથાશ્રમ અથવા લશ્કરી સેવાઓ માટે કરવામાં આવે.

શું હતો મિલકતનો વિવાદ?
ફરિયાદ મુજબ સૌંદર્યાએ હૈદરાબાદના જલાપલ્લી વિસ્તારમાં 6 એકર જમીન ખરીદી હતી. આ જમીનને લઈને તેમની અને મોહન બાબુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મોહન બાબુ આ જમીન વેચવા માંગતા હતા, પરંતુ સૌંદર્યા અને તેના ભાઈ અમરનાથે તેનો વિરોધ કર્યો. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

સૌંદર્યાનું મૃત્યુ કેવી રીતે થયું?
17 એપ્રિલ 2004ના રોજ, સૌંદર્યા ભારતીય જનતા પાર્ટી અને તેલુગુ દેશમ પાર્ટીના પ્રચાર માટે કરીમનગર જઈ રહી હતી. પરંતુ કમનસીબે, તેમનું ખાનગી વિમાન ટેક-ઓફ દરમિયાન ક્રેશ થયું, પરિણામે તેમનું મૃત્યુ થયું. તે સમયે કહેવામાં આવતું હતું કે આ એક અકસ્માત હતો, પરંતુ હવે તેને હત્યા કહેવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, સૌંદર્યા તે સમયે ગર્ભવતી હતી અને તેનો મૃતદેહ પરિવારને પણ સોંપવામાં આવ્યો ન હતો.

મોહન બાબુ પર કેમ ઉઠાવવામાં આવી રહ્યા છે સવાલ?
અહેવાલો અનુસાર, જલાપલ્લી સ્થિત વિવાદિત 6 એકર જમીનનો ઉપયોગ સૌંદર્યાના મૃત્યુ પછી મોહન બાબુએ કર્યો હતો. હવે આ મામલો ફરી સામે આવતાં પોલીસ પર પણ નિષ્પક્ષ તપાસનું દબાણ વધ્યું છે.

ફરિયાદીના જીવને ખતરો?
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મોહન બાબુથી તેમના જીવને ખતરો છે, તેથી તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત તેમણે મંચુ પરિવારમાં ચાલી રહેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો અને પ્રશાસનને જલાપલ્લીની જમીનનો કબજો લેવાની માંગ કરી હતી.

જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી. કેટલાક લોકો તેને માત્ર પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. મોહન બાબુ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આગળ શું થશે?
હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કોઈ તપાસ શરૂ કરશે કે પછી આ મામલો માત્ર અફવા બનીને રહી જશે. 22 વર્ષ જૂના આ કેસને ફરીથી ખોલવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી એ જાણી શકાય કે સૌંદર્યાનું મૃત્યુ ખરેખર અકસ્માત હતો કે સુનિયોજિત કાવતરાનો ભાગ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now