Home Gujarat Surendranagar Dhrangadhra Viramgam Highway Truck Accident Fire

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા-વિરમગામ હાઇવે પર ભીષણ અકસ્માત : ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર જીવતો ભુજાયો

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા-વિરમગામ હાઇવે પર ભીષણ અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 06:01 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા-વિરમગામ માલવણ હાઇવે પર દુદાપરના પાટીયા નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આગળ જઈ રહેલા ટ્રકની પાછળથી અન્ય એક ટ્રક ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત બાદ ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે ડ્રાઇવર ટ્રકમાંથી બહાર નીકળી શક્યો નહોતો. પરિણામે ડ્રાઇવર ટ્રકમાં જ જીવતો ભુજાઈ જતા કરુણ મોત નિપજ્યું હતું. ઘટના સ્થળે ભયનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક સંપૂર્ણપણે બળી થઈ ગયો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઓવરટેક અથવા બ્રેક નિષ્ફળ થવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક ડ્રાઇવરની ઓળખ અંગે કાર્યવાહી ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now