Home Gujarat Surendranagar Collector Rajendra Patel Transferred

સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી : હવે સામાન્ય વહીવટી વિભાગના હવાલે, ED ના દરોડા બાદ કાર્યવાહી!

સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 03:22 PM IST

Surendranagar Collector Rajendra Patel : સુરેન્દ્રનગરમાં ED ના દરોડા બાદ વહીવટી તંત્રમાં ભારે પડઘા પડ્યા છે. 1500 કરોડ રૂપિયાના જમીન NA (બીન ખેતી) કૌભાંડ મામલે ED એ કલેક્ટર સહિત નાયબ મામલતદારના ઘરે દરોડા પાડ્યા હતા. જ્યારે હવે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી છે. તેમને સામાન્ય વહીવટી વિભાગના હવાલે મુકવામાં આવ્યા છે, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના DDOને નવા કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજેન્દ્ર પટેલની બદલી

આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે એસીબી ACB માં FIR પણ નોંધાઈ છે. જમીન NA કરાવવાના આ મોટા કૌભાંડમાં ક્લાર્ક, અંગત સચિવ અને નાયબ મામલતદારની સંડોવણી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

1500 કરોડના જમીન કૌભાંડ મામલો?

પ્રાપ્ત માહિતી મુજબ 23 ડિસેમ્બર, 2025ના રોજ ED દ્વારા 1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67.50 લાખ રોકડ મળી આવી

EDની કાર્યવાહી દરમિયાન ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી 67.50 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત જમીન વ્યવહાર અને નાણાકીય લેતીદેતી સંબંધિત મહત્વના દસ્તાવેજો તથા મોબાઈલમાંથી પૈસાની લેવડદેવડના પુરાવા મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શનના ડેટા પણ પ્રાપ્ત થયા છે.

1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ

આ મામલે ED દ્વારા ચંદ્રસિંહ મોરીને 14 દિવસના રિમાન્ડ પર સોંપવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટએ આરોપીને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે.

કલેક્ટરના બંગલાથી 100 જેટલી મહત્વની ફાઈલો જપ્ત કરી

EDની તપાસ દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલામાંથી પણ મોટી સંખ્યામાં ફાઈલો જપ્ત કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે કલેક્ટર જે ફાઈલોનો વહીવટ કરતા હતા, તે ફાઈલો તેઓ સરકારી કચેરીમાંથી ઘરે લઈ જતા હતા. EDએ તેમના બંગલામાંથી કુલ 100 જેટલી મહત્વની ફાઈલો જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now