Home Gujarat Surats Rfo Sonal Solanki Dies During Treatment

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત : પતિએ સોપારી હુમલો કરાવ્યો હતો, માથામાં ગોળી વાગી હતી

સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 09:53 AM IST

RFO Sonal Solanki : સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા આર એફ ઓ (RFO) સોનલ સોલંકીનું આખરે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરૂણ મોત નીપજ્યું છે. તારીખ 6 નવેમ્બરે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાના તરત બાદ તેમને સુરતની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ હાલત અત્યંત નાજુક હોવાના કારણે વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

માથામાં ગોળી હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ તેમના જીવ બચાવવા માટે સતત અને અથાગ પ્રયત્નો કર્યા હતા. માથામાં ગોળી વાગ્યાના કારણે તેમની સર્જરી કરવામાં આવી હતી, જે સફળ રહી હતી, છતાં તેમની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નહોતો. ગંભીર ઇજાઓના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. અનેક દિવસોની સારવાર બાદ પણ તેમની તબિયત ન સુધરતા અંતે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

પતિએ સોપારી આપીને હુમલો કરાવ્યો હતો

આ ઘટનામાં તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. સોનલ સોલંકી પર થયેલો હુમલો કોઈ અજાણ્યા શખ્સો દ્વારા નહીં, પરંતુ તેમના પોતાના આર.ટી.ઓ. વિભાગમાં ફરજ બજાવતા પતિએ સોપારી આપીને કરાવ્યો હોવાનું સામે આવ્યું છે. પતિના મિત્રએ ફાયરિંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. પારિવારિક વિખવાદના કારણે પતિએ પોતાની પત્નીને મોતના ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું.

ઘટનાક્રમ

6 નવેમ્બર 2025: કામરેજ પાસે સોનલ સોલંકી પર વહેલી સવારે ફાયરિંગ થયું

તપાસ: પોલીસે પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી કાવતરાનો પર્દાફાશ કર્યો

9 ડિસેમ્બર 2025: વધુ સારવાર માટે સુરતથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા

23 ડિસેમ્બર 2025: 48 દિવસની સારવાર બાદ સવારે નિધન

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now