Home Gujarat Surat Varachha Std 12 Student Sui Ide Note Jumped In Tapi

સુરતમાં ધો. 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત : ભાઈની નજર સામે બહેનની રેલવે બ્રિજ પરથી લગાવી "મોતની છલાંગ", જાણો નોટમાં શું લખ્યું

સુરતમાં ધો. 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત
Published by: OBS Bureau
| Last Updated: Dec 16, 2025, 12:50 PM IST

Surat News: સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, યુવતીના પિતા છેલ્લા બે દિવસથી ગુમ હતા. તે પહેલાં માતા પણ પરિવારથી દૂર રહેતી હોવાના કારણે યુવતી માનસિક આઘાતમાં હતી. માતા બાદ પિતા પણ સાથ છોડીને જતા રહેતા યુવતી મનથી તૂટેલી હાલતમાં હતી, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાના દિવસે યુવતી પોતાના ભાઈ સાથે હતી. ભાઈની નજર સામે જ તેણીએ રેલવે બ્રિજ પરથી છલાંગ લગાવી દીધી. યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે "હું તાપી નદીમાં ઠેકડો મારું છું". ઘટનાની જાણ થતાં આસપાસના માછીમારોએ તરત જ નદીમાંથી યુવતીને બહાર કાઢી હતી અને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજ્યું.

આ ઘટનાની સૌથી દુખદ બાબત એ રહી કે યુવતીના અંતિમ સંસ્કારમાં માતા અને પિતા બંને હાજર રહ્યા ન હતા. પિતા હજુ પણ ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે અને સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોના માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સહારે મહત્વ પર પ્રશ્ન ઊભા કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં: હવે નહીં ખાવા પડે કચેરીઓના ધક્કા! ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિનું નવું પ્રતીક બનશે ઇ-નગર પોર્ટલ

ટેક્સથી લગ્ન નોંધણી સુધી બધું જ એક ક્લિકમાં

ભાવનગર: બુટલેગરોના ગઢ ગણાતા આડોડિયાવાસમાં SPનું બુલડોઝર ફર્યું, ભારે હોબાળો છતાં ડિમોલિશન યથાવત્

ભાવનગર

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: ગમે ત્યારે જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો, ચૂંટણીપંચે જાહેર કરી મતદાર યાદી

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક: સરકારી કંપનીઓ પાસે પૂરતો જથ્થો હોવાની ખાતરી, ગભરાઈને સંગ્રહખોરી ન કરવા અપીલ

પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સરકારની હાઈ-લેવલ બેઠક

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે": ભાજપના Whatsapp ગ્રૂપમાં ગંદો Video શેર કરતા મહિલા કાર્યકરો ભડકી, કોણે કાઢયા સંગઠનની આબરૂના ધજાગરા?

"ભાઈ, આવા ગંદા વીડિયો ના મૂકો, ગ્રૂપમાં લેડીઝ પણ છે"