Home Gujarat Surat Police Arrests Accused In 5 Cyber Fraud Cases In 4 States

સુરત પોલીસે 4 રાજ્યોમા સાયબર ફ્રોડના 5 ગુનાના આરોપીને ઝડપ્યો : ઇનામી વોન્ટેડ આરોપી, આરોપીને ભોપાલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાશે

સુરત પોલીસે 4 રાજ્યોમા સાયબર ફ્રોડના 5 ગુનાના આરોપીને ઝડપ્યો
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 12:13 PM IST

Surat Cyber ​​Crime Fraud : સુરત પોલીસે અલગ અલગ 4 રાજ્યોમા સાયબર ક્રાઇમ ફ્રોડના 5 ગુનાનો રૂ.5000 નો ઇનામી વોન્ટેડ આરોપીને દબોચી લીધો છે. પોલીસ ઇન્સપેકટર એન જી ચૌધરી અને પોલીસ સબ ઇન્સપેક્ટર એસ આઇ મકરાણીનાઓને તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ નાસતા ફરતા અને સાયબર ક્રાઇમ ફ્રોડના આરોપીઓ પકડવાની ડ્રાઇવ દરમિયાન આરોપીઓ પકડવા અંગે સુચના આપવામાં આવ્યા છે. સર્વેલન્સ સ્ટાફના એ એસ આઇ હિરેનભાઇ ભરતભાઇ તથા પિયુષભાઇ બાવકુભાઇ તથા અ.હે.કો. રવિરાજસિંહ તરસંગભાઇ નાઓએ બાતમી આધારે ભોપાલ ક્રાઇમ બ્રાંચ સાયબર ક્રાઇમ ફ્રોડનો રૂ.5000 નો ઇનામી આરોપી શૈવીન પુંભડીયા નાઓને પકડી પાડવામા આવ્યો છે

બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમ માટે ભાડે આપતો

મજકુર આરોપીની પુછપરછ કરતા પોતાના નામના અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ક્રાઈમ માટે ભાડેથી આપેલ હોવાની હકીકત જણાવી જેથી સમન્વય તથા ICJS તેમજ NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા આરોપીના નામના યુનીયન બેંકના એકાઉન્ટ નંબરમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દીલ્હી, તેલંગણા સહિત અલગ અલગ ચાર રાજ્યોમા સાયબર ક્રાઇમ ફ્રોડની કુલ- રૂપિયા 3.80.49,173 ની રકમ જમા થયેલા હોય જે ચાર રાજ્યોમા અલગ અલગ જગ્યાએ પાંચ ગુનાઓ રજીસ્ટર થયેલા છે.

આરોપીને ભોપાલ ક્રાઇમ બ્રાંચ પોલીસને સોપાવાની તજવીજ

અલગ અલગ 4 જગ્યાએ NCCRP એન્કલોઝમેન્ટ નંબરની સાયબર ક્રાઇમની ચાર અરજીઓ થયેલી હોવાનું તેમજ અગાઉ 2024મા નવી દિલ્હી સાયબર સેલમા સાયબર ક્રાઇમના ગુનામા પકડાયેલ હોવાનું જણાયવેલું હોઈ મજકુર આરોપી વિરૂધ્ધમાં કાર્યવાહી કરી ભોપાલ ક્રાઇમ બ્રાંચ (મધ્યપ્રદેશ) પોલીસને સોપાવા તજવીજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now