Home Gujarat Surat Pal Umra Bridge Accident Involving Doctor Car 4 Injured

સુરતમાં 'ઝોકું ખાતા' ડોક્ટરે 4 ને ઉડાવ્યા! : બ્રેકની જગ્યાએ ભૂલથી દબાઈ ગયું એક્સીલેટર, 5 વાહનોને મારી ટક્કર

સુરતમાં 'ઝોકું ખાતા' ડોક્ટરે 4 ને ઉડાવ્યા!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 06:13 AM IST

સુરત શહેરમાંથી એક ભયાનક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના પાલ અને ઉમરાને જોડાય બ્રિજ પર એક પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરે પોતાની કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. ડોક્ટરે 4 મોટરસાઇકલ અને એક ટેમ્પાને જરબદસ્ત ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 4 વેકતીઓને નાની મોટી ઇજાઓ થઈ છે.
મળતી માહિતી મુજબ ડૉક્ટરની કાર પાલ-ઉમરા બ્રિજ ઉતરતા સમયે બેકાબૂ બની હતી. પૂર ઝડપે ઊતરતી કારે 4 મોટરસાઇકલ ચાલકોને અડફેટે લીધા બાદ એક ટેમ્પા સાથે જઈને અથડાઇ હતી. અકસ્માતમાં ઇજા પહોંચતા બાઇક ચાલકોને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
માહિતી મળતા જ પાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ડૉક્ટરની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન ડોક્ટરે ચોંકાવનારું કારણ જણાવ્યું. તેને કહ્યું કે બ્રિજ ઊતરતી વખતે અચાનક હવાનું ઝોકું આવી ગયું, ત્યારે બ્રેકની જગ્યાએ એકસલેટર દબાઈ ગયું હતું, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. પાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now