સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં માત્ર 3 વર્ષના નિર્દોષ બાળકનો અકસ્માતમાં જીવ ગયો છે. આ ઘટના પરિવારજનો અને સ્થાનિક રહેવાસીઓ માટે ચેતવણી સમાન બની છે. પ્રાથમિક માહિતી મુજબ, બાળક પોતાના પરિવાર સાથે ટ્રેક્ટરમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે અચાનક બનેલી ઘટનાએ બધાને હચમચાવી દીધા છે.
બાળકને તેના કાકાએ હાથમાં પકડી રાખ્યો હતો. ટ્રેક્ટર ચાલું હતું અને રસ્તામાં અચાનક બમ્પ આવતા ઝટકો વાગ્યો હતો. આ ઝટકાના કારણે કાકાનું બેલેન્સ બગડ્યું અને બાળક તેમના હાથમાંથી છૂટીને સીધો નીચે પટકાયો હતો.
આ પણ વાંચો: માંગરોળ નજીક હાઈવે પર કરૂણ અકસ્માત : શ્રદ્ધાળુઓ ભરેલી બસ પલટી જતાં 2નાં મોત, અનેક ઇજાગ્રસ્ત
ટાયર નીચે આવતા બાળકે ગુમાવ્યો જીવ
બાળક નીચે પડતાં જ ટ્રેક્ટરનું પાછળનું ટાયર તેના પર ફરી વળ્યું હતું જેના કારણે ગંભીર ઈજા થઈ હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પહોંચતાં જ તબીબોઓએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પેદા કર્યો છે.
આ બનાવથી સ્થાનિક લોકોમાં પણ ચિંતા ફેલાઈ છે, કારણ કે આવી ઘટનાઓ સામાન્ય બેદરકારીના કારણે બને છે. ટ્રેક્ટર જેવા વાહનોમાં સુરક્ષા વ્યવસ્થાઓ ઓછી હોય છે અને તેમાં નાના બાળકોને બેસાડવું જોખમી સાબિત થાય છે.
આ પણ વાંચો: સુરત: અલથાણ મેટ્રો મોલ નજીક ગંભીર અકસ્માત : બેફામ ટ્રકની ટક્કરે એક્ટિવા સવાર આશાસ્પદ યુવકનું મોત
માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. બાળકોને મુસાફરી દરમિયાન હંમેશા સુરક્ષિત રીતે બેસાડવા અને યોગ્ય વાહનનો ઉપયોગ કરવા માટે સજાગ રહેવું જરૂરી છે. ખાસ કરીને નાના બાળકો માટે સલામતીના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા પણ લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત જણાઈ રહી છે. આવા બનાવોને રોકવા માટે કડક નિયમો સાથે જ લોકોની જવાબદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.





