Home Gujarat Surat Surat Harsh Sanghavi Visits Maruti Industrial Estate Flood Affected

સુરતમાં ખાડીપૂરની હોનારત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાંડેસરાના અસરગ્રસ્ત ઉદ્યોગકારોની મુલાકાત લઈ આપી મદદની ખાતરી

Surat HeavyRains
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2026, 02:23 PM IST

Surat News: તાજેતરમાં સુરત શહેરમાં ખાડીપૂરના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેનાથી સામાન્ય જનજીવનની સાથે ઉદ્યોગ જગતને પણ મોટો ફટકો પડ્યો છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં પૂરના પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને સ્થાનિક વેપારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો.

ડાયરીમાં નોંધી લેજો આ તારીખો! : જુલાઈ-ઓગસ્ટમાં મેઘો કરશે તાંડવ, અંબાલાલે તારીખ સાથે કરી ભયાનક આગાહી

મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભારે નુકસાનીની આશંકા

પાંડેસરા સ્થિત મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાડીપૂરના કારણે સૌથી વધુ પ્રભાવિત થયું છે. ખાડીના પાણી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ખાતાઓમાં ફરી વળ્યા હતા. કારખાનાઓમાં પાણી ભરાઈ જવાના કારણે મોંઘીદાટ મશીનરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેનાથી તે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ટેક્સટાઇલ હબ ગણાતા આ વિસ્તારમાં યાર્ન (દોરા) અને તૈયાર કાપડનો જથ્થો પાણીમાં પલળી જતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે જ્યારે પૂરના પાણી ઓસરી રહ્યા છે, ત્યારે વેપારીઓની નજર સામે માત્ર તબાહી અને લાખો-કરોડોનું નુકસાન જ દેખાઈ રહ્યું છે.

મંત્રી હર્ષ સંઘવીએ વેપારીઓની રજૂઆતો સાંભળી

આ કપરી પરિસ્થિતિ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ઔદ્યોગિક એકમોના વેપારીઓ અને એસોસિએશનના હોદ્દેદારો સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી હતી. અસરગ્રસ્ત વેપારીઓની રજૂઆત કરી હતી કે "પાણી ભરાવાને કારણે અમારો ધંધો-રોજગાર ઠપ થઈ ગયો છે. મશીનરી રિપેરિંગ અને કાચા માલના નુકસાનમાંથી બેઠા થવા માટે સરકાર તરફથી તાત્કાલિક સહાય મળવી જરૂરી છે."

ગુજરાત ATSની મોટી સિદ્ધિ : કરોડો રૂપિયાના કોકેન જપ્તી કેસમાં 5 અધિકારીઓનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

વેપારીઓએ મંત્રી સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી અને પૂરના કારણે થયેલા આર્થિક નુકસાનની વિગતો આપી હતી.

સરકાર તરફથી આર્થિક મદદનું આશ્વાસન

વેપારીઓની તમામ રજૂઆતો અને મુશ્કેલીઓને મંત્રી હર્ષ સંઘવીએ ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સાંભળી હતી. તેમણે વેપારીઓને ધરપત આપતાં જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર સુરતના ઉદ્યોગકારોની પડખે ઊભી છે. તેમણે નુકસાનીનો યોગ્ય સર્વે કરાવીને વેપારીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે યોગ્ય પગલાં લેવાનું મક્કમ આશ્વાસન આપ્યું હતું. મંત્રીશ્રીની આ મુલાકાત અને હૈયાધારણથી મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓમાં આશાનું કિરણ જાગ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now