Home Automobile Surat Businessman Spent 1381 Lakhs On A Lamborghini Worth 6 Crores

6 કરોડની Lamborghini ના નંબર પાછળ સુરતના ઉદ્યોગપતિએ ખર્ચ્યા 13.81 લાખ! : ગયા વર્ષે પણ આજ સુરતીલાલાએ આજ નંબર માટે ખર્ચ્યા હતા 11.95 લાખ

6 કરોડની Lamborghini ના નંબર પાછળ સુરતના ઉદ્યોગપતિએ ખર્ચ્યા 13.81 લાખ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 03, 2026, 01:17 PM IST

Number plate worth 13.81 lakhs : સુરત એટલે મોજ-મસ્તી અને શોખીનોનું શહેર. આ વાત માત્ર કહેવા ખાતર નથી, પણ સુરતીઓએ સમયાંતરે પોતાની જીવનશૈલીથી સાબિત કરી છે. ખાણી-પીણી હોય કે લક્ઝરી લાઈફસ્ટાઈલ, સુરતીઓ હંમેશા મોખરે રહે છે. હાલમાં સુરત RTO ખાતે યોજાયેલી નવી 'JX' સિરીઝના ફેન્સી નંબરોની હરાજીમાં કંઈક એવું જ જોવા મળ્યું, જેણે આખા રાજ્યમાં ચર્ચા જગાવી છે.

0001 નંબર માટે રેકોર્ડબ્રેક બોલી

સુરત RTO દ્વારા ફોર વ્હીલર માટે નવી 'JX' સિરીઝ બહાર પાડવામાં આવી હતી, જેમાં સૌથી વધુ આકર્ષણ '0001' નંબરનું હતું. આ પ્રતિષ્ઠિત નંબર મેળવવા માટે શહેરના અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓ મેદાનમાં હતા. જોકે, યશવી ગ્રુપના સ્થાપક અને બિઝનેસમેન પરેશ ખંડેલવાલે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા રૂ. 13,81,000 ની જંગી બોલી લગાવી આ નંબર પોતાના નામે કર્યો હતો.

એક લક્ઝરી કાર જેટલી કિંમતનો નંબર

આ રકમ એટલી મોટી છે કે, સુરત RTO ના ઈતિહાસમાં એક જ નંબર માટે આટલી મોટી રકમ ચૂકવવાનો આ નવો રેકોર્ડ છે. નવાઈની વાત એ છે કે, 13.81 લાખ રૂપિયામાં આજના સમયમાં એક સામાન્ય પરિવાર શાનદાર SUV કે પ્રીમિયમ સેડાન કાર ખરીદી શકે છે. પરંતુ, પરેશભાઈએ આ રકમ માત્ર પોતાની 6 કરોડની લેમ્બોર્ગિની કારની નંબર પ્લેટ માટે ખર્ચી નાખી છે.

કોણ છે ઉદ્યોગપતિ પરેશ ખંડેલવાલ?

પરેશ ખંડેલવાલ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને 'યશવી ગ્રુપ'ના મેનેજિંગ ડિરેક્ટર છે. રિયલ એસ્ટેટ અને કોમર્શિયલ પ્રોપર્ટી ડેવલપમેન્ટ ક્ષેત્રે તેમનું મોટું નામ છે. તેઓ માત્ર બિઝનેસ જ નહીં, પણ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં પણ સક્રિય છે. 'યશવી ફાઉન્ડેશન' દ્વારા તેઓ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જોકે, હાલમાં એક સમૂહ લગ્નમાં થયેલા વિવાદને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.

પોતાનો જ જૂનો રેકોર્ડ તોડવાની પરંપરા

પરેશભાઈને મોંઘી કારો અને '0001' નંબરનો જબરો શોખ છે. તેમની પાસે BMW, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી અનેક લક્ઝરી કારો છે. એક વર્ષ પહેલા તેમણે પોતાની 2.70 કરોડની રેન્જ રોવર માટે 11.95 લાખ રૂપિયા ખર્ચીને 0001 નંબર લીધો હતો. આ વખતે 13.81 લાખ ખર્ચીને તેમણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અન્ય ફેન્સી નંબરોનો પણ રહ્યો દબદબો

આ હરાજીમાં માત્ર 0001 જ નહીં, પણ અન્ય નંબરો માટે પણ પડાપડી થઈ હતી. જેમ કે:

9999 નંબર : રૂ. 3.62 લાખ

0007 (જેમ્સ બોન્ડ સ્ટાઈલ) : રૂ. 3.01 લાખ

1234 નંબર : રૂ. 2.83 લાખ

આ આંકડાઓ સાબિત કરે છે કે, સુરતીઓમાં ફેન્સી નંબર મેળવવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. RTO અધિકારીઓના મતે પણ અગાઉ ક્યારેય કોઈ એક નંબર માટે આટલી મોટી બોલી લાગી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now