Home Gujarat Surat Bardoli Dhulia Chowkadi Scrap Plastic Godown Major Fire

સુરતના બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ : મેજર કોલ જાહેર, 10 ગોડાઉન બળીને ખાખ

સુરતના બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 05:39 AM IST

Surat Fire Incident : સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. આ આગમાં 10થી વધુ ભંગારના ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આગ એટલી ભયાવહ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા લગભગ 2 કિલોમીટર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

15થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી

આ ઘટનાની ગંભીરતા જોતા આગને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ફાયર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રડોલી, કામરેજ, વ્યારા, પી.ઈ.પી.એલ. (PEPL) અને હોજીવાલા સહિતના વિવિધ વિસ્તારોની ફાયર ટીમોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો કર્યો હતો.

આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન સંગ્રહિત હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. પ્લાસ્ટિક સળગવાથી આગ ઝડપથી ફેલાઈ અને તેને કાબૂમાં લેવામાં ફાયર વિભાગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાંબી જહેમત બાદ આગને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ ચાલુ છે. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, જે રાહતની વાત છે. હાલ ફાયર વિભાગ દ્વારા કૂલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now