17 ઓક્ટોબર, 2025ના રોજ સૂર્ય તેની નીચી રાશિ તુલામાં પ્રવેશ કરશે, જેના કારણે અનેક રાશિઓ પર નકારાત્મક અસર પડી શકે છે. આ ગોચરથી નિર્ણય શક્તિ નબળી પડી શકે છે, ગુસ્સો વધી શકે છે અને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયે શબ્દોનો ઉપયોગ સાવધાનીથી કરવો જરૂરી છે, કારણ કે તે અન્યને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ, કઈ 7 રાશિઓએ સાવધાન રહેવું જોઈએ
મેષ: સંબંધોમાં સંયમ જરૂરી
મેષ રાશિના જાતકોએ વ્યવસાય અને વૈવાહિક જીવનમાં સાવધાની રાખવી. જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તાવ, માથાનો દુખાવો કે થાકની સમસ્યા થઈ શકે છે. લાગણીઓનું સન્માન કરી, સંબંધોમાં સંતુલન જાળવો.
મિથુન: સ્વાસ્થ્ય અને સંબંધો પર ધ્યાન આપો
મિથુન રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. પેટની સમસ્યાઓ અને આત્મવિશ્વાસમાં ઘટાડો થઈ શકે છે. નજીકના સંબંધીઓ સાથે વિવાદ ટાળો અને ખરાબ સમાચાર માટે તૈયાર રહો.
કર્ક: કૌટુંબિક જીવનમાં સાવધાની
કર્ક રાશિના જાતકોને કારકિર્દીમાં પડકારોનો સામનો કરવો પડશે. માતાના સ્વાસ્થ્ય અને મિલકત સંબંધી બાબતોમાં સાવધાની રાખો. કૌટુંબિક તણાવ ટાળવા માટે સંયમ જાળવો.
સિંહ: આત્મવિશ્વાસ અને નિર્ણયોમાં સાવધાની
સિંહ રાશિના લોકોનો આત્મવિશ્વાસ ડગી શકે છે, જેનાથી નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. સરકારી અધિકારીઓ સાથે વિવાદ ટાળો, કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે.
કન્યા: નાણાકીય બાબતોમાં સાવધાની
કન્યા રાશિના જાતકોએ નાણાકીય નિર્ણયો સમજદારીથી લેવા. બિનજરૂરી ખર્ચ અને નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તણાવ ટાળો.
તુલા: સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
તુલા રાશિના લોકોને ગેસ, એસિડિટી કે પાચન સમસ્યાઓ થઈ શકે છે. કાર્યસ્થળે સંયમ રાખો, કારણ કે વિવાદ વધી શકે છે. સંતુલિત જીવનશૈલી અપનાવો.
કુંભ: નાની બાબતોમાં તણાવ ટાળો
કુંભ રાશિના જાતકોને નસીબ ઓછું સાથ આપશે. કાર્યોમાં અડચણો આવી શકે છે. નાની બાબતોમાં તણાવ ટાળી, સંબંધોમાં સુમેળ જાળવો.
આ ગોચર દરમિયાન નકરાત્મક અસરોની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેથી, તમામ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ અને સંયમથી કામ લેવું જોઈએ.