Home Entertainment Sunny Deols Border 2 Box Office Collection Day 3 Crosses 120 Crore Mark In Just 3 Days

Border 2 Box Office Collection : સની દેઓલનો બોક્સ ઓફિસ પર 'હલ્લાબોલ', માત્ર 3 દિવસમાં 120 કરોડનો આંકડો પાર!

Border 2 Box Office Collection
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 06:46 AM IST

સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર 2' એ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પર્વના વીકેન્ડનો ભરપૂર ફાયદો ઉઠાવતા આ વોર ડ્રામાએ માત્ર ત્રણ દિવસમાં જ 100 કરોડની ક્લબમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે ઈતિહાસ રચ્યો હતો અને હવે ત્રીજા દિવસે પણ તેની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ માત્ર એક્શન જ નહીં પણ ઈમોશન્સ દ્વારા પણ દર્શકોના દિલ જીતી રહી છે.

બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2' નો ત્રિદિવસીય આતશબાજી

ટ્રેડ એનાલિસ્ટ્સ અને 'સૈકનિલ્ક' (Sacnilk) ના રિપોર્ટ અનુસાર, ફિલ્મની કમાણીમાં દરરોજ અદભૂત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને રવિવારે રજાના દિવસે ફિલ્મે ગજબનો ગ્રોથ બતાવ્યો છે:

દિવસ

તારીખ

બોક્સ ઓફિસ કલેક્શન (અંદાજિત)

પહેલો દિવસ

23 જાન્યુઆરી

₹ 32.10 કરોડ

બીજો દિવસ

24 જાન્યુઆરી

₹ 40.59 કરોડ

ત્રીજો દિવસ

25 જાન્યુઆરી

₹ 50. 00 કરોડથી વધુ

કુલ કલેક્શન

3 દિવસ

₹ 122 કરોડથી વધુ

કેમ દર્શકોને પસંદ આવી રહી છે 'બોર્ડર 2'?

ફિલ્મની સફળતા પાછળ અનેક મહત્વના કારણો જવાબદાર છે. સૌથી મોટું કારણ છે સની દેઓલનો એ જ જૂનો અંદાજ અને રાષ્ટ્રભક્તિનો જુસ્સો. 'ગદર 2' પછી સની દેઓલની આ બીજી સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે. ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને આહાન શેટ્ટીના પાત્રોને પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પોઝિટિવ 'વર્ડ ઓફ માઉથ' (દર્શકો દ્વારા થતા વખાણ) ને કારણે સિંગલ સ્ક્રીનથી લઈને મલ્ટીપ્લેક્સ સુધી હાઉસફુલના બોર્ડ જોવા મળી રહ્યા છે.

250 કરોડનું બજેટ અને 'બ્લોકબસ્ટર' બનવાની તૈયારી

માહિતી મુજબ 'બોર્ડર 2' નું બજેટ અંદાજે ૨૫૦ કરોડ રૂપિયા છે. જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે, તે જોતા લાગે છે કે, તે ખૂબ જ ઝડપથી પોતાનું બજેટ રિકવર કરી લેશે. આજના પ્રજાસત્તાક દિવસની રજાનો લાભ પણ ફિલ્મને મળશે, જે તેને 150 કરોડના ક્લબ તરફ લઈ જશે. જો આ ગતિ ચાલુ રહેશે તો આ ફિલ્મ 2026ની અત્યાર સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now