Home Entertainment Sunny Deol Jaat Actor Called His Father Dharmendra His Hero Said There Is No Better Actor Than Him

પિતા ધર્મેન્દ્રને ગણાવ્યા પોતાના હિરો : ઓફ સ્ક્રિન સની પાજીનું નરમ વલણ સામે આવ્યું

પિતા ધર્મેન્દ્રને ગણાવ્યા પોતાના હિરો
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 05:05 AM IST

સની દેઓલ તેની આગામી ફિલ્મ 'જાટ"ની રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણદીપ હૂડા અને વિનીત કુમાર સિંહ પણ છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સની ઓન સ્ક્રિન તેમની એક્શન હીરોની છબી ધરાવે છે જ્યારે ઓફ સ્ક્રીન તેઓ હૃદયથી ખૂબ જ નરમ વ્યક્તિ છે. આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ તે તેના પિતા ધર્મેન્દ્ર અથવા ક્યારેક ભાઈ બોબી દેઓલ વિશે વાત કરે છે, ત્યારે તે લગભગ ભાવુક થઈ જાય છે.


ધર્મેન્દ્ર શ્રેષ્ઠ અભિનેતા છેઃ સની દેઓલ


દિલ્હીમાં 'જાટ"ના ટ્રેલર લોન્ચ સમયે સનીને તેના પિતા ધર્મેન્દ્ર પાસેથી શીખેલા મૂલ્યવાન પાઠ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણેક કહ્યું કે "આજે હું જે પણ છું, તે હું મારા પિતા પાસેથી શીખ્યો છું. હું હંમેશા તેમની સાથે છું. તે મારા એકમાત્ર હીરો છે. ઉપરાંત, મને નથી લાગતું કે તેમનાથી સારો કોઈ અભિનેતા છે જેણે આટલા બધા જુદા જુદા પાત્રો ભજવ્યા છે.



'ઉતાર-ચઢાવ એ અભિનેતાના જીવનનો એક ભાગ છે'


સનીએ એ પણ ખુલાસો કર્યો કે ઉતાર-ચઢાવ એ અભિનેતાના જીવનનો એક ભાગ છે અને તેના પિતાએ પણ એવું જ કર્યું છે અને તેને પણ એવું જ શીખવ્યું છે. તેમણે કહ્યું, "તેમાં ઉતાર-ચઢાવ આવે છે. આવું ઘણી વાર બને છે. મેં મારા પિતા સાથે આવું થતું જોયું છે. મારી સાથે પણ આવું જ થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now