Home Entertainment Sunita Ahuja Reaction Viral When Asked Where Is Govinda

ગોવિંદા અને સુનિતા વચ્ચે શું ચાલી રહ્યું છે? : ગોવિંદાનું નામ પડતાં જ કેમ મોઢુ બગાડ્યું સુનિતાએ?

ગોવિંદા અને સુનિતા વચ્ચે શું ચાલી રહ્યું છે?
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 05:00 AM IST

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને પુત્ર યશવર્ધન આહુજા એક એવોર્ડ ફંક્શનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન માતા-પુત્રની જોડી ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી હતી. તે જ સમયે, જ્યારે પેપ્સે સુનિતાને ગોવિંદા વિશે પૂછ્યું, ત્યારે સ્ટાર પત્નીએ એવી પ્રતિક્રિયા આપી કે દરેકને આશ્ચર્ય થયું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

27 માર્ચ, 2025ના રોજ, સુનીતા આહુજાએ મુંબઈમાં એક ઓવર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી. પતિ ગોવિંદા સાથે આવવાને બદલે, તેના પુત્ર યશવર્ધન આહુજા સાથે આ કાર્યક્રમમાં આવી હતી. સુનીતાએ રેડ કાર્પેટ પર પીચ-ટોન્ડ સિક્વન્ડ કો-ઓર્ડ સેટ પહેરીને અદભૂત પ્રવેશ કર્યો હતો, જેની ટોચ પર પિંક ફ્લોલર ડિટેઈલિંગ હતી. તેમણે તેના લુકને ગ્લેમ મેકઅપ, ખુલ્લા વાળ અને આકર્ષક ઝૂલતા ઇયરિંગ્સ સાથે જોડી દીધો હતો, જ્યારે યશવર્ધન બ્લેક શર્ટ, બ્રાઉન શેડ્સ, ક્રીમ કલરના બ્લેઝર અને મેચિંગ પેન્ટમાં હેન્ડસમ દેખાતો હતો.


આ સમય દરમિયાન, પેપ્સે સુનીતા અને તેના પુત્ર યશવર્ધનની ઘણી તસવીરો ક્લિક કરી હતી. પેપ્સે સુનિતાને પૂછ્યું, "ગોવિંદા સર ક્યાં છે? ! "પછી તે મોઢુ બનાવતી જોવા મળી અને હેરાનીથી પુછ્યું શું, પછી તે હસી પડી. પછી પેપ્સે પુછ્યું કે શું તે લેટ આવવાના છે ત્યારે સુનિતાએ કહ્યું કે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. જ્યારે એક પેપ્સે કહ્યું કે જોડી નંબર વનને મિસ કરી રહ્યાં છીએ. ત્યારે સુનિતાએ કહ્યું કે અમે પણ મિસ કરી રહ્યાં છીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now