સુનીલ શેટ્ટીની 15 મહિનાની દોહિત્રી PM મોદીની મોટી ફેન છે
બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેની 15 મહિનાની દોહિત્રી ઇવારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ભક્ત છે. તે રોજ તેમની તસવીર જુએ છે અને તેમને ગણેશ મંદિરમાં ચઢાવેલા લાડુ લાવીને ખવડાવે છે.
'મને નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ પ્રેમ છે'
સુનીલ શેટ્ટીએ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં હંમેશા કહ્યું છે કે હું નરેન્દ્ર મોદીનો મોટો પ્રશંસક છું. હું કોઈ પાર્ટી વિશે વાત નથી કરતો, પણ હું એ નેતા વિશે વાત કરું છું, જે મારામાં ઉત્સાહ ભરે છે. મને મારા દેશ માટે જેટલો પ્રેમ છે, તેટલો જ પ્રેમ તે વ્યક્તિ માટે પણ છે. તેમનામાં કંઈક તો ખાસ વાત છે.'
'ઇવારા મોદીજી-મોદીજીનું રટણ કરે છે'
તેણે આગળ જણાવ્યું, 'મારી દોહિત્રી હજુ 15 મહિનાની છે. તેની નેનીએ એકવાર એરપોર્ટમાં તેને પીએમ મોદીની તસવીર બતાવી હતી. આજે તે દરરોજ સવારે સાંઈ બાબાની બુક પાસે જાય છે, જેમાં મોદીજીનો મોટો ફોટો છે. તે ફોટો ખોલીને મોદીજી-મોદીજી બોલે છે.’
સુનીલે વધુમાં કહ્યું કે, 'તે રોજ ગણપતિની મૂર્તિ પાસે જાય છે, ત્યાંથી લાડુ લઈને આવે છે અને ફોટોમાં તેમને ખવડાવે છે. કોઈએ તેને આવું કરતા શીખવાડ્યું નથી. અમે આજ સુધી તેને એક શબ્દ પણ નથી કહ્યો, છતાં તે મોદીજી બોલે છે. તેમનામાં કંઈક જાદુઈ વાત છે. હું પહેલીવાર તેમને 2010 માં અમદાવાદમાં મળ્યો હતો.'
સુનીલ શેટ્ટીની ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'
સુનીલ શેટ્ટીની કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' 26 જૂન 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, રવીના ટંડન, જેકલીન ફર્નાન્ડિસ, દિશા પટણી, પરેશ રાવલ અને રાજપાલ યાદવ સહિતના કલાકારો છે. ફિલ્મે પહેલા જ દિવસે ભારતમાં 15 કરોડ રૂપિયા અને દુનિયાભરમાં 29 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની ટક્કર હોલીવુડ ફિલ્મ 'સુપર ગર્લ' સાથે થઈ રહી છે.
અથિયા અને કેએલ રાહુલની દીકરી ઇવારા
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023 ના રોજ ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યાં હતાં. માર્ચ 2025 માં અથિયાએ દીકરી ઇવારાને જન્મ આપ્યો હતો. ઇવારા અત્યારે 15 મહિનાની છે. અથિયા પોતાની દીકરી માટે 'નો-ફોટો' પોલિસી ફોલો કરે છે અને તેણે હજુ સુધી ઇવારાનો ચહેરો દુનિયાને બતાવ્યો નથી.





