Home Entertainment Sudha Chandran Reveals The Secret Behind The Viral Video Of Matani Chowki

10 મિનિટમાં 4.5 લિટર પાણી પી ગઈ! : સુધા ચંદ્રને 'માતાની ચોકી'ના વાયરલ વીડિયો પાછળનું રહસ્ય ખોલ્યું

10 મિનિટમાં 4.5 લિટર પાણી પી ગઈ!
Published by: Offbeat Team
| Last Updated: Jan 31, 2026, 11:01 AM IST

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રન છેલ્લા ઘણા સમયથી તેમના એક વાયરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 'માતાની ચોકી' દરમિયાનના એક કાર્યક્રમમાં સુધા ચંદ્રન પર કોઈ દૈવી શક્તિ સવાર થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેણે ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો હતો. ઘણા લોકોએ આ વીડિયોને શ્રદ્ધા સાથે જોડ્યો તો કેટલાકે તેમને ટ્રોલ પણ કર્યા. હવે લાંબા સમય બાદ અભિનેત્રીએ આ ઘટના પર પોતાની મૌન તોડ્યું છે. તેમણે એક પોડકાસ્ટમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તે સમયે તેમણે માત્ર 10 જ મિનિટમાં 4.5 લિટર પાણી પી લીધું હતું, જે એક સામાન્ય મનુષ્ય માટે અશક્ય છે.

'મને સમજાયું નહીં કે તે શું હતું': સુધા ચંદ્રન

પારસ છાબડાના પોડકાસ્ટમાં વાત કરતા સુધા ચંદ્રને જણાવ્યું કે, તે સમયે તેમની સાથે શું થઈ રહ્યું હતું તેનો તેમને અંદાજ પણ નહોતો. તેમણે કહ્યું, "ઘણા લોકો કહે છે કે માતાજી તમારી પાસે આવે છે. મને ખબર નથી કે આ કેવી રીતે અથવા શા માટે થાય છે, પરંતુ તે દિવસે મેં દેવીની હાજરી અનુભવી હતી. હું પોતે આ બાબતે શંકાશીલ હતી, પણ જ્યારે આ ઘટના બની ત્યારે મને લાગ્યું કે કોઈ દૈવી શક્તિ મને આશીર્વાદ આપી રહી છે."

10 મિનિટમાં 4.5 લિટર પાણી પીવું અશક્ય છે

આ ઘટનાની સૌથી આશ્ચર્યજનક વાત શેર કરતા સુધાએ કહ્યું કે, "લોકો મને પૂછે છે કે શું તમે તે સમયે કશું અનુભવ્યું હતું? સત્ય તો એ છે કે મને કંઈ જ ખબર નથી. કોઈ સામાન્ય માણસ 10 મિનિટમાં સાડા ચાર લિટર પાણી કેવી રીતે પી શકે? હું આખા દિવસમાં પણ એટલું પાણી નથી પી શકતી. રાત્રે તો બે લિટરની બોટલ પણ પૂરી કરવી મુશ્કેલ હોય છે, તો આ તે સમયે કેવી રીતે થયું તે મને સમજાતું નથી."

ટ્રોલ કરનારાઓને આપ્યો સણસણતો જવાબ

સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ અને ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપતા અભિનેત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે માતાજીની આખી શક્તિ મારામાં આવી ગઈ હતી. જો કંઈ થયું હોય તો તે માત્ર તેમની હાજરીનો એક નાનકડો અંશ હતો. તેમણે મારા શરીરને માધ્યમ તરીકે પસંદ કર્યું. જે લોકો ટ્રોલ કરે છે તે અલગ વાત છે, પરંતુ હું કોઈની મંજૂરી મેળવવા માટે અહીં ઉભી નથી. હું કોઈના વિશ્વાસ કે ધર્મ પર સવાલ નથી ઉઠાવી રહી અને મારે કોઈને જવાબ આપવાની જરૂર નથી."

કરિયર અને સંઘર્ષની યાદો તાજી કરી

આ વાતચીત દરમિયાન સુધાએ પોતાની સુપરહિટ ફિલ્મ 'મયુરી' ને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે મયુરી તેમની જિંદગીની પહેલી બાયોપિક હતી, જેમાં તેમણે પોતે જ પોતાનું પાત્ર ભજવ્યું હતું. કૃત્રિમ પગ (જયપુર ફૂટ) સાથે નૃત્ય કરીને વિશ્વભરમાં નામના મેળવનાર સુધા ચંદ્રન માટે આ આધ્યાત્મિક અનુભવ તેમના જીવનનો એક અનોખો વળાંક સાબિત થયો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!: પ્રાઇમ વિડિઓએ જાહેર કરી ફિલ્મની રિલીઝ ડેટ – પોસ્ટર જાહેર

'Mirzapur' ના ચાહકો માટે ખુશખબર!
Play Video

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’: રણવીર સિંહને પાર્ટીમાં ચોડી દીધી ઝાપટ? જુઓ સક્સેસ પાર્ટીની ધમાલ

સૌમ્યા ટંડન બની ‘થપ્પડ ક્વીન’

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ: પહેલા દિવસે જ રેકોર્ડબ્રેક કમાણી! તોડ્યા બોલિવૂડના તમામ રેકોર્ડ!

'Dhurandhar 2' એ બોક્સ ઓફિસ પર લગાવી આગ
Play Video

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો: વ્લોગ દ્વારા પુત્રની પ્રથમ સુંદર ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી

Bharti Singh અને Haarsh એ બીજા પુત્ર Yashveer નો ફેસ રિવિલ કર્યો

First Look: તીન કૌવે, ટેક્સ ડિપાર્ટમેન્ટ સ્ટોરી, અને 'કારનામે', OTT પ્લેટફોર્મ પર 3 પાવરફુલ સ્ટોરીઝ

First Look

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં: મહિલા આયોગે ફટકારી નોટિસ, જુઓ એવું તો શું છે આ ગીતમાં કે સંસદમાં પણ ગાજ્યો મુદ્દો?

'સરકે ચુનર' ગીત મામલે નોરા ફતેહી અને સંજય દત્ત મુશ્કેલીમાં

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા: શેર કરી ગુડ ન્યૂઝ

લગ્નના 10 વર્ષ બાદ Divyanka Tripathi અને Vivek Dahiya બનશે માતા-પિતા

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: સાપના ઝેરના કેસમાં FIR રદ કરવાનો આદેશ, જાણો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો: "મને કન્નડ નહોંતી આવડતી તેનો લાભ લઈ મેકરે મારી પરવાનગી વગર..!"

Nora Fatehi નો અશ્લીલ સોંગ અંગે મોટો ધડાકો
Play Video

અતીક અહેમદ અને નોટબંધી સાથે ‘Dhurandhar 2’નું શું છે કનેકશન?: ફિલ્મમાં આ પાત્ર જોઈને પગ નીચેથી ખસી જશે જમીન!

અતીક અહેમદ અને નોટબંધી સાથે  ‘Dhurandhar 2’નું  શું છે કનેકશન?

Dhurandhar 2: કોણ છે બડે સાહેબ? 'Dhurandhar 2' ના પ્રી-રિલીઝ શોમાં રહસ્યમય ખુલાસો, ફિલ્મ જોઈને ઉડી જશે હોશ!

Dhurandhar 2

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!: પ્રીમિયર શો માટે રેકોર્ડ તોડ એડવાન્સ બુકિંગ! જાણો શું છે તૈયારી!

આજે ખુલશે 'Dhurandhar 2' બધા રહસ્યો!

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ: આઉટફિટ અને જ્વેલરીએ ખેંચ્યું ધ્યાન

Rashmika અને Vijay નો 'હલ્દી + હોળી' સેલિબ્રેશન લુક વાયરલ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?: નોરા અને સંજુબાબાના આઈટમ સોંગે વટાવી તમામ હદ, કરોડો લોકોએ જોયું સોંગ

Nora Fatehi Dance; શું આ ગીતમાં દર્શાવાઈ છે સૌથી વધુ અશ્લીલતા?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?: કોણ છે તે ચહેરો જે પસંદ કરે છે વિજેતાનું નામ?

કેવી રીતે મળે છે સિનેમાનું સૌથી મોટું સન્માન Oscars?

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું: સલમાન ખાને શક્તિશાળી પોસ્ટર સાથે જાહેર કર્યું નવું શીર્ષક, જાણો કેટલો ફેરફાર

સલમાન ખાનની 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલાયું

Oscars winners: 'One Battle After Another'એ 6 એવોર્ડ્સ જીતી રચ્યો ઇતિહાસ! માઈકલ B. જોર્ડન બન્યા બેસ્ટ એક્ટર – જાણો કોણે કઈ ટ્રોફી જીતી

Oscars winners

Oscars 2026: આ વખતે શું હશે ખાસ? જાણો હોસ્ટ અને નવી કેટેગરી વિશે

Oscars 2026

Cocktail 2: Shahid Kapoor, Kriti Sanon અને Rashmika Mandanna ની ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ

Cocktail 2

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું': સિંગર બાદશાહને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી

'આગામી વખતે ગોળી કપાળમાં મારીશું'