Home Health-lifestyle Stress Can Cause Sugar Problem

ચિંતા બનાવશે શરીરને રોગનું ઘર : રાજરોગ વધવાનું એક કારણ છે ચિંતા, કંટ્રોલ નહીં થાય તો વધશે સમસ્યા...

ચિંતા બનાવશે શરીરને રોગનું ઘર
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 04:30 PM IST

એક સમયે રાજરોગ ગણાતું ડાયાબિટીસ હવે ઘરે ઘરે જોવા મળે છે. ભારતમાં પણ ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. દરેક ઘરમાં લગભગ કોઈ ને કોઈ આ બિમારીથી ગ્રસિત છે. માનવામાં આવે છે જે લોકો ખૂબ જ ગળ્યું ખાય છે કે ખાતા હતા તેમને આ બીમારી થાય છે. પરંતુ એવું નથી, આ બીમારી ટેન્શનમાં રહેનારને પણ પોતાની ઝપેટમાં લે છે. આજકાલ આ બીમારી જેઓ વધારે તણાવમાં રહે છે તેમનામાં પણ વધી રહી છે.

તણાવમાં રહેવાથી અને કલાકો સુધી એક જ વસ્તુ વિશે વિચારવાથી પણ શુગર વધારે છે. આ ફાસ્ટ પેસ લાઈફમાં સતત ટેન્શનને કારણે સુગર કંટ્રોલ બહાર જતી રહે છે. (અનિયંત્રિત ખાંડ) તેથી, જે લોકો તેમના મગજ પર વધુ પડતો ભાર મૂકે છે તેમના માટે સુગર ગ્રાફ વધે તે સ્વાભાવિક છે. ચિંતા પર કંટ્રોલ ન હોવાથી દર્દીઓને તેમના સુગર લેવલની અનિશ્ચિતતા વિશે ચિંતા રહી શકે છે. અનેક વાર જો સ્યુગરની તપાસ કરતા સમયે પેશન્ટ ચિંતામાં હોય તો સ્યુગર વધારે આવી શકે છે.

સુગર લેવલ વધવાનું મુખ્ય કારણ ઘરમાં કૌટુંબિક તણાવ છે. ઘરેલું તણાવ સુગર ગ્રાફ વધારે છે. તમને જણાવી દઈએ કે સ્ટ્રેસના કારણે કોર્ટિસોલ હોર્મોન રિલીઝ થાય છે. જેના કારણે બ્લડ શુગર વધે છે. બીજી તરફ તણાવને કારણે ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરવામાં મુશ્કેલી આવે છે જેના કારણે બ્લડ શુગર લેવલ વધી જાય છે. તબીબોનું કહેવું છે કે ટેન્શનને કારણે સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે, જેનાથી બ્લડ સુગર વધી જાય છે.

જો તમને સ્યુગર સંબંધી કોઈ સમસ્યા છે તેવું લાગે તો ડૉક્ટરની સલાહ લો. સલાહ વિના કોઈ દવા ન લો. આ સાથે તમે આહાર અને વ્યાયામનું ટાઈમટેબલ પણ બનાવો. અને એના અનુસાર જ ખોરાક લો. સ્યુગર લેવલ જો વધારે રહેતું હોય તો તમારે તેને વારંવાર ચેક કરતા રહેવું જોઈએ. જેથી તમને સ્યુગરમાં મોટી વધઘટ થાય તો ખબર પડે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now