Home Business Stock Market Started Strongly Today Both Benchmark Indices Sensex And Nifty Registered A Rise Despite Trump Threat Of Imposing Tariff

ટ્રમ્પની ધમકીની કોઈ અસર નહીં : મજબૂત સ્થિતિમાં ખુલ્યું આજનું શેરમાર્કેટ

ટ્રમ્પની ધમકીની કોઈ અસર નહીં
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 04:41 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાંથી આવતા માલ પર 20-25% ટેરિફ લાદવાની ધમકી છતાં, ભારતીય શેરબજાર પર કોઈ અસર દેખાઈ નથી. બજાર આજે મજબૂત શરૂઆત સાથે ખૂલી હતી.

BSE સેન્સેક્સ 256 પોઈન્ટના ઉછાળા સાથે 81,594ના સ્તરે ખૂલી હતી, જ્યારે NSE નિફ્ટી-50 69 પોઈન્ટ વધીને 24,980 પર ટ્રેડ થઈ રહી હતી.


આજે ફોકસમાં રહેશે આ કંપનીઓ

રોકાણકારોની નજર આજે નીચેની કંપનીઓના પરિણામો પર રહેશે:

  • ટાટા સ્ટીલ

  • પાવર ગ્રીડ કોર્પોરેશન

  • ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો)

  • હ્યુન્ડાઈ મોટર કંપની

સાથે જ, દેશની સૌથી મોટી ડિપોઝિટરી કંપની National Securities Depository Limited (NSDL) આજે IPO લાવી રહી છે. કુલ ઈશ્યૂનું કદ રૂ. 1,300 કરોડ છે, જેમાંથી એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1,201 કરોડ પહેલેથી જ એકત્ર કરી લીધા છે.


એશિયન બજારો મિશ્ર રહ્યા

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના ટેરિફને લઈ વિલંબ હવે ન થાય તેવી શક્યતા છે, જેના કારણે એશિયન બજારો મિશ્ર રહ્યા:

  • નિક્કી 225 0.12% ઘટ્યો

  • ટોપિક્સ 0.1% વધ્યો

  • કોસ્પી 0.48% ઉછળ્યો

  • કોસ્ડેક 0.42% વધ્યો

  • હેંગ સેંગ 0.15% ઘટ્યો

  • શાંઘાઈ કમ્પોઝિટ 0.33% વધ્યો


અમેરિકન બજાર અને ડોલર-ક્રૂડ અપડેટ

અમેરિકન શેરબજારના ફ્યુચર્સ સ્થિર રહ્યા છે. રોકાણકારો ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

  • S&P 500 ફ્યુચર્સ: 0.1%નો નાનો ઉછાળો

  • નાસ્ડેક 100 ફ્યુચર્સ: 0.1% વધ્યા

  • ડાઉ જોન્સ: 23 પોઈન્ટ ઘટ્યો

ડોલર ઇન્ડેક્સ (DXY) આજે સવારે 0.21% ઘટીને 98.72 પર ટ્રેડ થઈ રહ્યો છે. બીજી તરફ, ભારતીય રૂપિયો 0.16% ઘટીને 86.81/USD પર બંધ થયો.

ક્રૂડ ઓઇલના ભાવ:

  • WTI: $69.24 (+0.05%)

  • બ્રેન્ટ: $72.60 (+0.12%)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now