Home Gujarat Statewide Launch Of Type 1 Diabetes Program From Gandhinagar

ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ : બાળકોમાં વહેલી તકે રોગની ઓળખ કરી યોગ્ય સારવાર અપાશે

ટાઈપ-1 ડાયાબિટીસ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 08:47 AM IST

CM Bhupendra Patel : રાજ્યના બાળકોના આરોગ્યને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રીના હસ્તે જુવેનાઇલ ડાયાબિટીસ માટેના રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સિવિલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

જુવેનાઇલ ડાયાબિટીસ માટે રાજ્યવ્યાપી શુભારંભ

આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના તમામ બાળકોનું જુવેનાઇલ ડાયાબિટીસ માટે વિનામૂલ્યે સ્ક્રીનીંગ અને નિદાન કરવામાં આવશે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમો દ્વારા શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. જે બાળકોમાં આ રોગના લક્ષણો જોવા મળશે, તેમની બ્લડ શુગરની તપાસ કરવામાં આવશે.

જરૂરી સારવાર કીટ સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવશે

સ્ક્રીનીંગ દરમિયાન ટાઇપ-1 ડાયાબિટીસની શંકા ધરાવતા તમામ બાળકોને વધુ સારવાર અને નિષ્ણાત માર્ગદર્શન માટે પીડિયાટ્રીશિયન અથવા એંડોક્રાઈનોલોજિસ્ટ પાસે રિફર કરવામાં આવશે. જેમને ડાયાબિટીસનું નિદાન થશે, એવા બાળકોને સરકારી જિલ્લા હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલોમાં ઇન્સ્યુલીન અને જરૂરી સારવાર કીટ સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવશે.

બાળકોમાં વહેલી તકે રોગની ઓળખ કરી યોગ્ય સારવાર અપાશે

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વહેલી તકે રોગની ઓળખ કરી યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ભવિષ્યમાં ગંભીર તકલીફો અટકાવી શકાય. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ છે અને આવા કાર્યક્રમો દ્વારા ગરીબ તથા મધ્યવર્ગીય પરિવારોને મોટી રાહત મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now