Home Gujarat State Government Will Form A Panel For The New Dgp

નવા DGPને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે : આ નામો ટોચ પર, સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહે થશે!

નવા DGPને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 11:46 AM IST

Gujarat DGP : ગુજરાત રાજ્યમાં નવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ની નિમણૂકને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વર્તમાન DGP વિકાસ સહાય 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થવાના હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવા DGP માટે નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ પેનલ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ પસંદગી કરવામાં આવશે.

નવા DGP રેસમાં કોણ?

નવા DGP બનવાની દોડમાં CID ક્રાઇમના વર્તમાન વડા ડૉ. કે.એલ.એન. રાવ મુખ્ય દાવેદાર તરીકે સામે આવ્યા છે. ડૉ. કે.એલ.એન. રાવ 1993 બેચના IPS અધિકારી છે અને તેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે. તેમના લાંબા અનુભવ અને ક્રાઇમ બ્રાન્ચમાં કામગીરીને કારણે તેઓ મજબૂત દાવેદાર માનવામાં આવે છે.

જી એસ મલિકનું નામ પણ ટોચ પર!

આ ઉપરાંત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકનું નામ પણ DGPની રેસમાં છે. જી.એસ. મલિક 1994 બેચના IPS અધિકારી છે અને તેઓ નવેમ્બર 2028માં નિવૃત્ત થવાના છે. અમદાવાદ શહેરમાં તેમની કામગીરીને લઈને તેઓ પણ પેનલમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

નિરજા ગોટરૂનું નામ પણ આગળ મોકલાયું!

પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નિરજા ગોટરૂનું નામ પણ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવનાર પેનલમાં સામેલ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ડૉ. નિરજા ગોટરૂ 1993 બેચના IPS અધિકારી છે અને તેઓ નવેમ્બર 2029માં નિવૃત્ત થવાના છે. ભરતી બોર્ડમાં તેમની પ્રશાસનિક કામગીરીને પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

DGPની સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહે થવાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા પેનલ કેન્દ્ર સરકારને મોકલ્યા બાદ ત્યાંથી પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રની મંજૂરી બાદ નવા DGPની સત્તાવાર જાહેરાત આવતા સપ્તાહે થવાની શક્યતા છે. રાજ્યના પોલીસ બળ માટે આ નિમણૂક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે અને સમગ્ર પ્રક્રિયા પર સૌની નજર ટકી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now