Home Sports Star Player Makes A Grand Entry Into Gujarats Stronghold For Ipl 2026

શુભમન ગિલનું બ્રહ્માસ્ત્ર તૈયાર! : IPL 2026 માટે સ્ટાર ખેલાડીની ગુજરાતના ગઢમાં થઈ ધમાકેદાર એન્ટ્રી

શુભમન ગિલનું બ્રહ્માસ્ત્ર તૈયાર!
Published by: Aryan Shah
| Last Updated: Mar 23, 2026, 01:29 PM IST

Gujarat Titans : IPL 2026 નો રોમાંચ શરૂ થાય તે પહેલા જ ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના સૌથી ભરોસાપાત્ર સ્પિનર અને અફઘાનિસ્તાનનો સ્ટાર ખેલાડી રાશિદ ખાન ફરી એકવાર પોતાના જૂના ફોર્મ સાથે ગુજરાત ટાઈટન્સના કેમ્પમાં જોડાઈ ગયો છે. શુભમન ગિલની આગેવાની હેઠળની આ ટીમ આ વખતે ટ્રોફી જીતવાના પ્રબળ ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

રાશિદ ખાનનું ભવ્ય સ્વાગત

ગુજરાત ટાઈટન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાશિદ ખાનના આગમનની સત્તાવાર જાહેરાત કરી છે. ફ્રેન્ચાઈઝીએ ભાવુક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'ગુજરાતનું ગૌરવ ઘરે આવી ગયું છે.' ગત સીઝન રાશિદ ખાન માટે આંકડાની દ્રષ્ટિએ એટલી સારી રહી ન હતી, પરંતુ તેની ક્ષમતા પર ગુજરાત ટાઈટન્સની ટીમ અને મેનેજમેન્ટને સંપૂર્ણ વિશ્વાસ છે.

ફોર્મમાં પરત ફર્યો સ્પિનર

IPL 2025 માં રાશિદ ખાને 15 મેચમાં માત્ર 9 વિકેટ લીધી હતી અને જેમાં તેનો ઇકોનોમી રેટ પણ 9 થી ઉપર રહ્યો હતો. જોકે, હાલમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 માં તેને ઘાતક બોલિંગ કરી છે. વર્લ્ડ કપની 4 મેચમાં તેને 6.68 ના શાનદાર ઈકોનોમી રેટ સાથે 6 વિકેટ ઝડપી છે, જે ગુજરાત ટાઈટન્સ માટે સારા સંકેત છે.

ગિલ અને સાઈનો દબદબો

ગત સીઝન એટલે કે, IPL 2025 માં ગુજરાતની ટીમ એલિમિનેટર સુધી પહોંચી હતી. કેપ્ટન શુભમન ગિલે 650 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, જ્યારે સાઈ સુદર્શને 759 રન સાથે બધાના દિલ જીતી લીધા હતા. આ બંને બેટ્સમેનો પાસેથી IPL 2026 માં પણ આવા જ શાનદાર પરફોર્મન્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ટીમનું નવું સંતુલન

બોલિંગ વિભાગમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ગત સીઝનમાં 25 વિકેટ લઈને ધૂમ મચાવી હતી. આ વખતે ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે જેસન હોલ્ડર, ટોમ બેન્ટન અને લ્યુક વુડ જેવા દિગ્ગજોને ટીમમાં સામેલ કર્યા છે. હોલ્ડરના આવવાથી ટીમમાં ઓલરાઉન્ડરની જગ્યા પૂરી થશે અને ટીમના કોમ્બિનેશનમાં પણ સુધારો થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

IPLનો 'વિવાદિત નિયમ' આ ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટરને પસંદ નથી: ખુલ્લા શબ્દોમાં કરી જબરદસ્ત આકરી ટીકા, વિરાટ-રોહિતને પણ નથી પસંદ

IPLનો 'વિવાદિત નિયમ' આ ગુજરાતી ઓલરાઉન્ડર ક્રિકેટરને પસંદ નથી

IPL 2026 પહેલા BCCI એ ફેન્સને આપી મોટી ભેટ!: 15 શહેરોમાં ફ્રીમાં જોઈ શકશો લાઈવ મેચો, જાણો કેવી રીતે

IPL 2026 પહેલા BCCI એ ફેન્સને આપી મોટી ભેટ!

RCB ના આ 3 સ્ટાર ખેલાડીઓ આખી સીઝનમાં એક પણ મેચ નહીં રમે!: ટીમમાં સ્થાન મેળવવું આ ખેલાડીઓ માટે ખૂબ મુશ્કેલ

RCB ના આ 3 સ્ટાર ખેલાડીઓ આખી સીઝનમાં એક પણ મેચ નહીં રમે!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે BGT સિરીઝ?: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું 2026-27 નું ક્રિકેટ શેડ્યૂલ!

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્યારે રમાશે BGT સિરીઝ?