Home Gujarat St Has Built High Tech Buses That Rival Foreign Ones

STએ વસાવી વિદેશોને ટક્કર મારતી હાઇટેક બસો! : પ્રાઈવેટ લક્ઝરી બસને ટક્કર આપતી ફેસિલિટી

STએ વસાવી વિદેશોને ટક્કર મારતી હાઇટેક બસો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 10:52 AM IST

ગુજરાત સરકારની st બસની કાયાપલટ થઈ રહી છે. ત્યારે હવે એસટી બસ પણ મોર્ડન રૂમ ધારણ કરી રહી છે. એસટીએ હાલમાં 151 નવી બસો વસાવી છે. જેમાંથી 15 બસો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. 2X2 સીટની આ AC બસોમાં પ્રાઈવેટ લક્ઝરી બસને ટક્કર આપતી ફેસિલિટી ધરાવે છે.

પ્રાઈવેટ લક્ઝરી બસને ટક્કર આપતી ફેસિલિટી

આ નવી લક્ઝરી બસમાં 45 લોકો આરામથી બેસી સકે તેવી પૂશબેક અને સીટ બેલ્ટવાળી સિટીંગ એરેજમેન્ટ કરવામાં આવ્યું છે. મુસાફરી દરમિયાન લોકોના મનોરંજન માટે ખાસ મોટું LED ટીવી મુકવામાં આવ્યું છે. બે સીટ વચ્ચે ખાસ USB ચાર્જિંગ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. મુસાફરોને બસ સ્ટોપ અને અન્ય માહિતી પૂરી પાડવા માટે માઈક સિસ્ટમ મુકવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે આ નવી બસોમાં ખાસ પેનિક બટનની સુવિધા આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now