Home Entertainment Squid Game 3 Release Date When And Where To Watch Last Part Of Netflix Korean Series

SQUID GAME 3 આ તારીખે થશે રિલીઝ! : કોરિયન વેબ સિરીઝના મેકર્સે કરી મોટી જાહેરાત

SQUID GAME 3 આ તારીખે થશે રિલીઝ!
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2024, 06:53 AM IST

કોરિયન વેબ સિરીઝ સ્ક્વિડ ગેમ તેની બીજી સિઝન સાથે પાછી ફરી છે. સ્ક્વિડ ગેમ-2 26 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ નવી સિઝન રિલીઝ થયાને એક અઠવાડિયું પણ પસાર થયું નથી, ત્યારે ચાહકો તેની ત્રીજી સિઝનની રાહ જોવા લાગ્યા છે. સ્ક્વિડ ગેમ સીઝન 2 નેટફ્લિક્સ પર વિશ્વભરમાં ટ્રેન્ડ કરી રહી છે અને ચાહકોમાં તેના વિશે ઘણી ચર્ચાઓ પણ થઈ રહી છે. આ મામલે નિર્માતાઓએ બીજી સીઝનના આગમન પહેલા જ કહી દીધું હતું કે આ સીરીઝ ત્રણ સીઝનની હશે. જો તમે સ્ક્વિડ ગેમની બીજી સિઝન જોઈ હોય, તો હવે આગામી સિઝનના અપડેટ્સ જાણવા માટે તૈયાર થઈ જાઓ.

સ્ક્વિડ ગેમ 3 ક્યારે રિલીઝ થશે?
આ અંગે મળતી માહિતી અનુસાર Squid Game 3 નેટફ્લિક્સ પર વર્ષ 2025માં જ રિલીઝ કરવામાં આવશે. આ અંગે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Squid Gameની ત્રીજી સીઝન જૂન 2025માં Netflix પર આવશે. જેને લઈને ડિરેક્ટર હવાંગ ડોંગ-હ્યુકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું સ્ક્વિડ ગેમ 2 ની તારીખની જાહેરાત કરવા અને સિઝન 3, અંતિમ સિઝનના સમાચાર શેર કરવા માટે આ પત્ર લખવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. પ્રથમ દિવસે, જ્યારે અમે સીઝન 2 નું શૂટિંગ શરૂ કર્યું, ત્યારે મને યાદ છે કે, હું માની શકતો નથી કે હું સ્ક્વિડ ગેમની દુનિયામાં પાછો આવી ગયો છું. તે લગભગ અવાસ્તવિક લાગ્યું. મને આશ્ચર્ય થાય છે કે તમે ત્રણ વર્ષ પછી સ્ક્વિડ ગેમમાં પાછા આવીને કેવું અનુભવશો.

સ્ક્વિડ ગેમ 2ની સ્ટારકાસ્ટ
Netflix વેબ સિરીઝ Squid Game 2 ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો Ga-Jae, Lee Byung-hun અને Wei Ha-jun મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ઉપરાંત યિમ સિ-વાન, કાંગ હા-ન્યુલ, પાર્ક ગ્યુ-યંગ, પાર્ક સુંગ-હૂન, જો યૂ-રી, યાંગ ડોંગ-ગ્યુન, કાંગ એ-સિમ, લી ડેવિડ અને લી જીન-યુકે નવા પાત્રો શામેલ કરવામાં આવ્યા છે. આ સિઝન 2માં ફરી એકવાર ચાહકોને લોહિયાળ રમત જોવા મળી. જો કે, ચાહકોએ આ સિરીઝને પહેલી સિઝન જેટલી એન્જોય નથી કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now