Home Sports Sports News Lionel Messi Is Coming To India To Play A Friendly Cricket Match

Lionel Messi 14 વર્ષ બાદ ભારતમાં આવશે? : વિરાટ કોહલી સાથે મેસ્સી રમશે ક્રિકેટ મેચ!

Lionel Messi 14 વર્ષ બાદ ભારતમાં આવશે?
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 12:03 PM IST

જો તમે પણ ફૂટબોલના જાદુગર કહેવાતા Lionel Messi ના મોટા ચાહક છો, તો આ સમાચાર તમારા માટે ખુશખબર સમાન છે. મેસ્સી આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બરમાં ભારત આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ અનુસાર:

Lionel Messi 14 ડિસેમ્બરે વાનખેડે મેદાન પર પોતાનો જાદુ ફેલાવતો જોવા મળશે. એવું માનવામાં આવે છે કે જો બધું યોજના મુજબ ચાલશે, તો મેસ્સી સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, અને મહેન્દ્ર સિંહ ધોની સાથે ક્રિકેટ મેચ રમતા પણ જોવા મળી શકે છે.

14 વર્ષ બાદ મેસ્સી ભારતમાં આવશે.

મેસ્સી 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતના પ્રવાશે છે. મેસ્સી આ દરમિયાન મુંબઈ ઉપરાંત દિલ્હી અને કોલકાતા પણ જઈ શકે છે. અગાઉ તે 2011 માં એક ફ્રેન્ડલી મેચ રમવા માટે ભારત આવ્યા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે, મેસ્સી સમગ્ર આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ટીમ સાથે ઓક્ટોબરમાં ભારત આવી શકે છે. જોકે, આ યોજના હાલ માટે આ વાતને મૂકી રાખવામાં આવી છે. 38 વર્ષીય મેસ્સી હાલમાં ઇન્ટર મિયામી ક્લબ માટે રમી રહ્યા છે. મેસ્સી આવતા વર્ષે તેનો છેલ્લો ફિફા વર્લ્ડ કપ રમતા જોવા મળશે. 2022 માં, તેની કેપ્ટનશીપ હેઠળ, તેણે આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now