Home Sports Sports News Ipl 2025 Csk Ms Dhoni Last Match Narendra Modi Crciket Stadium Subhman Gill

શું આજે અમદાવાદમાં IPL કરિયરની છેલ્લી મેચ રમતો દેખાશે ધોની? : ગુજરાત-ચેન્નઈ વચ્ચેના મુકાબલામાં માહીના હેલિકોપ્ટર શોટ્સ જોવા ઉમટ્યાં ચાહકો

શું આજે અમદાવાદમાં IPL કરિયરની છેલ્લી મેચ રમતો દેખાશે ધોની?
Published by: OBS Bureau
Last Updated: May 25, 2025, 09:50 AM IST

CSK vs GT IPL 2025: આજે અમદાવાદમાં ધોમધખતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોર બાદ ગરમીમાં બમણો વધારો થવાની સંભાવના છે. કારણકે, આજે અમદાવાદના મેદાનમાં જામવાનો છે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મહામુકાબલો. આજે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે અમદાવાદમાં જામશે જંગ! ક્રિકે્ટની દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કદાચ IPL કરિયરની છેલ્લી મેચ રમતો દેખાશે મહેન્દ્ર સિંહ ધોની. વધતી ઉંમર અને હેલ્થ ઈશ્યૂને કારણે આ સંભવતઃ મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી આઈપીએલ મેચ હોઈ શકે છે. જોકે, આ અંગે ધોનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 


IPL 2025નું આજે ફાઈનલ ડબલ હેડર એટલેકે, એક દિવસમાં બે મેચ રમાનાર છે. દિવસની પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)નો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે થશે. CSKનો કેપ્ટન માહી નમો સ્ટેડિયમમાં સિઝનની છેલ્લી મેચ રમતા દેખાશે. સ્ટેડિયમમમાં અત્યારથી જ પ્રેક્ષકો માટે પ્રવેશ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મેચને લઈને એડવાન્સમાં જ સૌએ ટિકિટો બુક કરાવી લીધી છે. 


આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે ગુજરાતના હોમ ગ્રાઉન્ડમાં આ મેચ શરૂ થશે. ઉલ્લેખનવીય છેકે, આ આઈપીએલ સિઝનમાં બંને ટીમ પહેલીવાર સામસામે ટકરાશે. સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. 2 વાગ્યા બાદ સ્ટેડિયમમમાં પ્રવેશ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ઓલમોસ્ટ સ્ટેડિયમ હાઉસફૂલ થઈ ચુક્યું છે.


ગુજરાતની ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે અને CSK સામે જીત તેમની ટૉપ-2માં સ્થિતિને પાક્કી કરી દેશે. આ મેચ GTની અંતિમ લીગ મેચ પણ હશે. ગુજરાત ટાઇટન્સને તેમની છેલ્લી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ કમબેક કરવા માટે ઉત્સુક હશે. બીજી તરફ, દિવસની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now