Home Sports Sports News In The Ongoing Oval Test Match Between India And England The England Team Was All Out For Just This Many Runs At The End Of The Second Day Mohammed Siraj And Prasidh Krishna Performed Well For The Indian Team

IND vs ENG: ઇંગ્લેન્ડની ટીમ 247 રનમાં જ સમેટાઈ : ભારતીય ટીમમાંથી સિરાજ અને ક્રિષ્નાએ બોલિંગથી પલટી ગેમ

IND vs ENG: ઇંગ્લેન્ડની ટીમ 247 રનમાં જ સમેટાઈ
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 06:12 AM IST

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચાલી રહેલ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલના મેદાનમાં રમાઈ રહી છે. આ મેચની શરૂઆતમાં ભારતીય ટીમની પ્રથમ બૅટિંગ આવી હતી, જેમાં ભારતીય ટીમનો સ્કોર 224માં ઓલઆઉટ થઈ હતી જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પણ માત્ર 247 રન જ બનાવી શકી હતી. પ્રથમ દિવસમાં 6 વિકેટ પડી હતી અને જ્યાં બીજા દિવસમાં 15 વિકેટો પડી હતી. અને બીજા દિવસ (1 ઓગસ્ટ) સ્ટમ્પ સુધીમાં ભારતીય ટીમની બીજી ઇનિંગનો સ્કોર 75 રનમાં 2 વિકેટ ગુમાવી ચૂક્યું છે. ભારતીય ટીમ પાસે 52 રનોની લીડ અને 8 વિકેટ છે. બીજા દિવસની શરૂઆતમાં ભારતીય ટીમનો સ્કોર 204 રનમાં 6 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. અને બીજા દિવસે ભારતીય ટીમ માત્ર 20 રન જ બનાવીને 4 વિકેટ ગુમાવી હતી. જેમાં ઇંગ્લેન્ડની ટીમ માટે ગસ અટકિન્સને 5 વિકેટ લીધી હતી.

બીજા દિવસે ભારતીય ટીમનો દબદબો:

ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગની શરૂઆત બેઝબોલની સ્ટાઇલમાં કરી હતી. ઇંગ્લેન્ડના બેન ડકેટ અને ઝેક ક્રોલીએ 12.5 ઓવરમાં 92 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે 92 રનમાં 0 વિકેટના નુકશાનથી 247 રનમાં 9 વિકેટ ગુમાવી હતી. ઇંગ્લેન્ડના ક્રિસ વોકસ ઈજાને કારણે બેટિંગમાં ન આવ્યો હતો. ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 4-4 વિકેટ મળી હતી. અને આકાશદીપને પણ 1 વિકેટ પ્રાપ્ત થઈ હતી.

ભારતીય ટીમની બીજી ઇનિંગનો સ્કોર:

ભારતીય ટીમની બીજી ઇનિંગની શરૂઆતમાં 2 વિકેટ પડી ગઈ છે, કે. એલ. રાહુલ માત્ર 7 રનમાં જોશ ટંગ ના બોલ પર આઉટ થયો અને સાઈ સુદર્શન 11 રનમાં ગસ અટકિન્સનના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો. ઇંગ્લેન્ડની ટીમ યશસ્વી જયસ્વાલની વિકેટ પણ લઈ શકી હોત, પરંતુ 20 અને 40 રન પર તેને જીવનદાન મળ્યું. બીજા દિવસના અંત સુધીમાં યશસ્વી જયસ્વાલ 51 રન અને નાઇટ વોચમેન માટે આવેલ આકાશ દીપ 4 રન પર નોટઆઉટ છે. હવે ત્રીજા દિવસે (2 ઓગસ્ટ) ભારતીય બૅટ્સમૅનો સારું પ્રદર્શન કરવાની આશા રહશે. કેમ કે , હવે પિચમાંથી ફાસ્ટ બોલરને મદદ મળી રહી છે. એવામાં બેટિંગ કરવી એક મુશ્કેલી ભર્યું કાર્ય હશે. જેના લીધે મેચનું પ્રથમ સેશન મુખ્ય ભૂમિકા ભજવશે, જેમાં ભારતીય ટીમે ઓછામાં ઓછી વિકેટ ગુમાવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now