Home Sports Sports Ipl 2025 Royal Challenge Banglore Won First Ipl Match Against Kkr

KKR VS RCB : એકપણ IPLની ટ્રોફી ના જીતનાર RCBએ IPL-2025માં પહેલી જીત સાથે કરી શુભ શરૂઆત

KKR VS RCB
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2025, 06:42 PM IST

રોયલ ચેલેન્જ બેંગ્લોરે જીત સાથે IPL-2025ની શરૂઆત કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે RCBએ 7 વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે RCBએ 17 વર્ષ પહેલા મેળવેલી હારનો બદલો લીધો છે, IPLની પહેલી સિઝનમાં મુકાબલો આ બે ટીમ વચ્ચે જ થયો હતો તે સમયે કોલકતા નાઈટ રાઈડર્સની જીત થઈ હતી. હવે 18મી સીઝનમાં ફરી એકવાર આ બંને ટીમ વચ્ચે મુકાબલો થયો. પહેલી બેટિંગ કરતા કોલકત્તા નાઈટ રાઈડરે 174 રન બનાવ્યા હતા. RCBએ 2 વિકેટ ગુમાવીને 17 ઓવરમાં જ મેચ પોતાના નામ કરી લીધી છે.
અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી
અજિંક્ય રહાણએ કોલકતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે દમદાર બેટિંગ કરી..25 બોલમાં હાફ સેન્ચ્યુરી ફટકારી. સુનિલ નારાયણે 26 બોલમાં 44 રન ફટકાર્યા. બંનેએ બીજી વિકેટ માટે 55 બોલમાં 103 રનની ભાગીદારી કરી હતી, 10 ઓવર પછી ટીમનો સ્કોર 2 વિકેટ પર 107 રન હતો. પરંતુ કેકેઆરના પછીના બેટ્સમેનોએ નિરાશ કર્યા. 23.75 કરોડ રૂપિયાના વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રાસેલની બેટિંગ નિષ્ફળ રહી. આ બેટ્સમેનોના કારણે છેલ્લી 4 ઓવરમાં ટીમે 2 વિકેટ ગુમાવી અને માત્ર 23 બનાવ્યા.
વિરાટ અને સાલ્ટને પાવરપ્લેમાં પૂરી કરી મેચ
વિરાટ કોહલી અને ફિલ સાલ્ટને RCBને વિસ્ફોટક શરૂઆત અપાવી. કેકેઆરે આવી મજબૂત શરૂઆતની આશા રાખી નહોંતી, ગત સિઝનમાં કેકેઆરની ટીમમાં રહેનારા સાલ્ટે RCBના બેટ્સમેન તરીકે ક્રિઝ પર ઉતરી બોલરોની ધોલાઈ કરી નાખી. 6 ઓવર બાદ RCBનો સ્કોર 80 રન હતો. સાલ્ટને માત્ર 25 બોલમાં 50 રન કર્યા. ચોથા ઓવરમાં વરૂણ ચક્રવર્તીએ 3 ચોગ્ગા અને એક છક્કો લગાવીને કેકેઆરની ટીમને બેકફૂટ પર લાવી દીધી.  30 બોલમાં વિરાટ કોહલીએ પણ પોતાની અડધી સદી પૂર્ણ કરી. 17મી ઓવરની બીજી બોલ પર ચોગ્ગો લગાવીને લિયમ લિવિંગસ્ટોને આરસીએબીને લક્ષ્ય સુધી પહોંચાડી દીધું. 36 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા અને વિરાટ કોહલી અણનમ રહ્યા. કેપ્ટન રજત પાટીદારે ફક્ત 16 બોલમાં જ 34 રન ફટકારી દીધા. IPL ઇતિહાસમાં આરસીએબીએ માત્ર બીજી વખત સીઝનની ઓપનિંગ મેચ રમતી વખતે જીત મેળવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now