Home Sports Sport News Ishan Kishan Has Been Made The Captain Of This Team In The Duleep Trophy

Ishan Kishan ને મળી આ ઝોન ટીમની કપ્તાની : Mohammed Shami અને vaibhav sooryavanshi પણ છે ટીમમાં સામેલ

Ishan Kishan ને મળી આ ઝોન ટીમની કપ્તાની
Published by: OBS Bureau
Last Updated: Aug 02, 2025, 01:05 PM IST

દુલીપ ટ્રોફી 2025-26 ની શરૂઆત 28 ઓગસ્ટે બેંગલુરુમાં થવાની છે. આ ટુર્નામેન્ટમાં ઈસ્ટ ઝોનની ટીમની જાહેરાત કરી છે. આ ઝોનના કપ્તાની ઇશાન કિશન કરવાનો છે. ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન હાલમાં નોટિંઘમશાયર માટે કાઉન્ટી ક્રિકેટ રમત નજર આવ્યા હતા. ઈસ્ટ ઝોનની જે ટીમ પસંદ કરવામાં આવી છે, તેમ અનુભવી અને યુવા ખેલાડીઓનું મિશ્રણ છે.

કયા કયા સ્ટાર ખેલાડી છે?

બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરનને ટીમના ઉપકપ્તાન બનવામાં આવ્યા છે. ભારતીય અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પણ પસંદગી કરવામાં આવી છે, જે ગણા સમય પછી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પાછા રમશે. શમીએ છેલ્લી રેડ બૉલ મેચ નવેમ્બર 2024 માં મધ્ય પ્રદેશની સામે રમી હતી. અને આકાશ દીપ, મુકેશ કુમાર જેવા સ્ટાર ખેલાડીને ટીમમાં સામેલ છે. ટીમમાં રિયાન પરાગ, સ્પિનર મનીષી, વિરાટ સિંહ અને શરણદીપ સિંહ જેવા ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે.

વૈભવ સૂર્યવંશીની પણ આ ટીમમાં મળી જગ્યા.

વૈભવ સૂર્યવંશીનું પણ નામ એ છ ખેલાડીઓની લિસ્ટમાં સામેલ છે જે સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યા છે. 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમની સામે વનડેમાં શતક ફટકાર્યું હતું. આ ઈસ્ટ ઝોનની ટીમની શરૂઆત 28 ઓગસ્ટે નોર્થ ઝોનની સામે થશે. આ ટુર્નામેન્ટમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.

દુલીપ ટ્રોફીની ઈસ્ટ ઝોનની સ્ક્વાડ: ઇશાન કિશન (કપ્તાન), અભિમન્યુ ઈશ્વરન, સંદીપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદામ પૉલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, આકાશ દીપ, અને મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડી: મુખ્તાર હુસૈન, આશીર્વાદ સ્વૈન, વૈભવ સૂર્યવંશી, સ્વાસ્તિક સામલ, રાહુલ સિંહ, સુદીપ કુમાર ઘરામી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now