logo-img
Spinners Dominate The Colombo Pitch Will The Batsmen Be Able To Solve Varuns Mystery

T20 World Cup; કોલંબોની પીચ પર સ્પિનર્સનો દબદબો! : શું પાકિસ્તાની બેટ્સમેનો ઉકેલી શકશે Varun Chakaravarthy ની 'મિસ્ટ્રી'?

T20 World Cup; કોલંબોની પીચ પર સ્પિનર્સનો દબદબો!
Published by: Offbeat Team
| Last Updated: Feb 14, 2026, 06:33 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇ-વોલ્ટેજ મેચ પહેલા મેચની તૈયારીઓ થઈ ગઈ છે. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં રમત કરતાં માનસિક પ્રેશર વધુ જોવા મળશે. ખાસ કરીને 'મિસ્ટ્રી સ્પિનર' વરુણ ચક્રવર્તીનો ડર અત્યારથી જ પાકિસ્તાની ટીમમાં દેખાઈ રહ્યો છે. શ્રીલંકાની સ્પિન-ફ્રેન્ડલી પીચ પર ભારતીય સ્પિનરો જે રીતે ફોર્મમાં છે, તે જોતાં બાબર આઝમ માટે રવિવારની સાંજ મુશ્કેલ બની શકે તેમ છે.

કોલંબોની પીચ અને ભારતીય સ્પિનર્સનો દબદબો

કોલંબોની પીચ અત્યારે સ્પિનરો માટે સ્વર્ગ સાબિત થઈ રહી છે. હાલમાં જ ઝિમ્બાબ્વેના સ્પિનરોએ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને આ મેદાન પર હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. ભારતીય બોલરો પણ પૂરી લયમાં છે. નામિબિયા સામેની છેલ્લી મેચમાં વરુણ ચક્રવર્તીએ માત્ર 2 ઓવરમાં 7 રન આપી 3 વિકેટ ઝડપી હતી, જ્યારે અક્ષર પટેલે પણ 3 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ મેળવી હતી. આ આંકડા પાકિસ્તાન માટે ચેતવણી સમાન છે.

વરુણની નવી રણનીતિ : સાઇડસ્પિનથી ઓવરસ્પિન

વરુણ ચક્રવર્તી હવે પહેલા કરતા વધુ ઘાતક બન્યો છે. ગયા વર્ષની IPL પછી તેને પોતાની બોલિંગમાં મોટો ફેરફાર કર્યો છે. હવે તે 'સાઇડસ્પિન'ને બદલે 'ઓવરસ્પિન' પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જોકે તેની એવરેજ સ્પીડ 95 કિમી પ્રતિ કલાક છે, પરંતુ પ્રેમદાસાની ધીમી પીચ પર તે પોતાની સ્પીડમાં ફેરફાર કરીને બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકી શકે છે. ઝિમ્બાબ્વેના સ્પિનરોની સફળતા વરુણ માટે એક 'બ્લુપ્રિન્ટ' સમાન છે.

બાબર આઝમનું ખરાબ ફોર્મ અને સંઘર્ષ

પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ માટે આ મેચ કોઈ અગ્નિપરીક્ષાથી ઓછી નથી. બાબર આઝમ અત્યારે ખરાબ ફોર્મ અને સ્પિન સામેની નબળાઈ સામે લડી રહ્યો છે. નેધરલેન્ડ સામે તે 18 બોલમાં માત્ર 15 રન કર્યા હતા, તો અમેરિકા સામે 46 રન બનાવવા માટે તેને સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની પ્રથમ બાઉન્ડ્રી માટે 20 બોલની રાહ જોવી પડી હતી, જે દર્શાવે છે કે તે પ્રેશરમાં છે.

સુનીલ જોશીનું વિશ્લેષણ : બાબર માટે સ્પિન ટ્રેપ

પૂર્વ દિગ્ગજ સ્પિનર સુનીલ જોશીના મતે, બાબર આઝમ આ વખતે નંબર 4 પર બેટિંગ કરી રહ્યો છે, જે તેને સીધો વરુણના નિશાના પર લાવે છે. વરુણ મિડલ ઓવરોમાં (7 થી 16 ઓવર) 12.30 ના શાનદાર સ્ટ્રાઇક રેટથી વિકેટ લેવા માટે જાણીતો છે. સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, વરુણની સચોટ લંબાઈ (Length) બાબરને મોટા શોટ રમવા કે, પાછળ હટીને પુલ શોટ રમવા દેશે નહીં, જેના કારણે બાબર ભૂલ કરી શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now