Home Gujarat Special Traffic Drive From Today Till March 10

હેલ્મેટ અને વાહનના કાગળો તૈયાર રાખજો! : આજથી 10 માર્ચ સુધી ખાસ ટ્રાફિક ડ્રાઇવ, DGPની સૂચના

હેલ્મેટ અને વાહનના કાગળો તૈયાર રાખજો!
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 05:09 AM IST

રાજ્યમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને આજથી 10 માર્ચ સુધી ખાસ ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે, જેના કારણે પોલીસ તંત્ર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

આજથી 10 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ

રાજ્ય પોલીસ વડા કે એલ એન રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સખત કાર્યવાહી કરવામાં આવે. તેમની સૂચના મુજબ આજથી ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસની ટીમો રોડ પર ઉતરી ગઈ છે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે દંડાત્મક પગલાં લઈ રહી છે.

નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

આ ખાસ ડ્રાઇવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવનાર, નંબર પ્લેટ વગરની ગાડી ચલાવનાર, કાળા કાચવાળી ગાડીઓ, રોંગ સાઈડમાં વાહન હંકાવનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી થશે. પોલીસ દ્વારા ચેકિંગ વધારવામાં આવશે અને જરૂરી હોય ત્યાં દંડ તથા કાયદેસર પગલાં લેવામાં આવશે. પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પોતાના અને અન્ય લોકોના સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે. 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી ચાલનારી આ ખાસ ડ્રાઇવનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now