પ્રયાગરાજમાં મહાકુંભમાં સન્નાન કરવા માટે વિશ્વભરથી શ્રદ્ઘાળુઓ આવે છે. તેવામાં લોકોની સેફ્ટી અને સિક્યુરિટીનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને હવે તો ઓનલાઈન પેમેન્ટ APP ફોન-પેએ પણ આપના માટે એટેલે કે સ્પેશિયલ શ્રદ્ધાળુઓ માટે ઈન્શોયરન્સ પોલિસી પ્લાન લૉન્ચ કર્યો છે જેને ICICI લૉમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ સાથે મળીને લૉન્ચ કરવામાં આવ્યો છે.
59 રૂપિયાનો ઈન્શ્યોરન્સ પ્લાન
રિપોર્ટ્સ અનુસાર, PhonePeએ બે પ્રકારના ઈન્શ્યોરન્સ પ્લાન લૉન્ચ કર્યા છે. પહેલો પ્લાન 59 રૂપિયા પ્રતિ વ્યક્તિનો છે. આ તે લોકો માટે છે જે ટ્રેન અથવા બસમાં મુસાફરી કરવા જઈ રહ્યા છે. બીજો પ્લાન 99 રૂપિયાનો છે જે ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યાં છે. આ ઈન્શ્યોરન્સમાં કેટલાક ખર્ચાઓને કવર કરાયા છે. જેમ કે હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, ડૉક્ટરનું કન્સલટેશન, આઉટપેશન્ટ ટ્રીટમેન્ટ, પર્સનલ એક્સિડેન્ટ કવર, ટ્રિપ કેન્સલેશન કવર, મિસ્ડ કનેક્ટિંગ ફ્લાઈટ કવર.
આવી રીતે તમે લઈ શક્શો ઈન્શ્યોરન્સ પ્લાન
મહાકુંભમાં જનારા લોકો PhonePeનો ઈન્શ્યોરન્સ પ્લાન લેવા માટે એપમાં જવુ પડશે. ત્યાં 'મહા કુંભ'ના વિકલ્પમાં જાઓ, પછી પ્લાન વિષયે વાંચો, પછી 'Buy Now' પર ક્લિક કરો. જો તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરો છો તો 59 રૂપિયાનો પ્લાન પસંદ કરો. ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરી કરનારાઓ માટે 99 રૂપિયાનો પ્લાન છે.
ઈંધણના વધતા ભાવ વચ્ચે Spirit Airlinesનો મોટો નિર્ણય: તમામ ફ્લાટ્સ રદ કરી કામગીરી કરાઈ બંધ, વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું






