SP Chaudhary Aslam's wife demands share in 'Dhurandhar' earnings: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, ભારત પરના આતંકી હુમલા, નોટબંધી, પાકિસ્તાનનું તે સમયનું પોલિટિક્સ, લ્યારીમાં ચાલતો ગેંગવોર અને તાલિબાનની ધમકીઓ સહિતના મુદ્દાઓ પર આધારિત ધુરંધર ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને આ ફિલ્મનો પહેલો પાર્ટ તો એક ટ્રેલર કે ટિઝર સમાન હતો. ફિલ્મની અસલી કહાની તો ધુરંધરના પાર્ટ-2માં દર્શાવવામાં આવી છે. ત્યારે અગાઉ આ ફિલ્મને લઈને વિપક્ષ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ફિલ્મને મોદી સરકારનો પ્રોપગંડા પણ ગણાવવામાં આવી રહ્યો હતો. આ તમામની વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે.
ફિલ્મ ધૂરંધર હાલમાં ભારત-પાકિસ્તાન સહિત એશિયાઈ દેશોમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ફિલ્મ તરીકે ઉભરીને આવી છે. આ ફિલ્મમાં સંજય દત્તે પાકિસ્તાનના ખતરનાક એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ SP ચૌધરી અસલમનું પાત્ર ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. હવે SP ચૌધરી અસલમના પત્નીના એક નિવેદનને કારણે એક નવો વિવાદ ઉભો થયો છે.
ફિલ્મ ધુરંધર-2 હાલ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. ફિલ્મે 1500 કરોડ કરતા વધારે કમાણી કરીને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. પહેલાં પણ આ ફિલ્મને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ બજારમાં ફરતી રહી છે. એવામાં હવે આ ફિલ્મને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ફિલ્મમાં સંજય દત્તે જેનું પાત્ર ભજવ્યું હતું તે પાકિસ્તાની પોલીસ અધિકારી SP ચૌધરી અસલમની પત્નીનું નામ હવે ચર્ચામાં આવ્યું છે. એવી વાત સામે આવી છેકે, SP ચૌધરી અસલમની પત્ની નૌરિન ચૌધરી ફિલ્મના નિર્માતા-નિર્દેશક આદિત્ય ધર પાસે ધુરંધરની કમાણીમાં ભાગ માગ્યો છે.
"25 કરોડ રૂપિયા નહીં આપે તો હું કોર્ટમાં જઈશ"
SP ચૌધરી અસલમના પત્ની નૌરિન ચૌધરીએ એક ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, જો ફિલ્મ 1500 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે તો 25 કરોડ રૂપિયા એની સામે નાની રકમ છે. મને તો લોકોએ કહ્યુંકે, કુલ કમાણીની 40 ટકા તમારે લેવી એ તમારો હકક છે. જો આદિત્ય ધર પોતે રાજી થઈ જાય તો ઠીક છે, નહીં તો હું કોર્ટ મારફતે કાર્યવાહી કરાવીશ.





