Home Entertainment Sonu Sood Claim He Got Offers To Become Cm And Deputy Cm Know Why He Rejected

આ અભિનેતાને મળી મુખ્યમંત્રી પદની ઓફર : એક જ ઝાટકે ઠુકરાવી દીધી તમામ ઓફર્સ, આપ્યું મોટું કારણ!

આ અભિનેતાને મળી મુખ્યમંત્રી પદની ઓફર
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 07:12 AM IST

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે કોરોના કાળ દરમિયાન મસિહા બનીને ઘણા જરૂરિયાતમંદ લોકોની મદદે આવ્યો હતો. આજે પણ તેમના ઘરની બહાર લોકો મદદ માટે લાંબી કતારમાં લોકો રાહ જોતા હોય છે. જેને પગલે જ સોનુ સુદને મસીહાનું ટૅગ પણ મળી ગયું છે. તાજેતરમાં જ સોનુ સુદે જણાવ્યું કે, તેને રાજકારણમાં જોડાવા માટે ઘણી ઓફર્સ મળી છે. એટલું જ નહીં, સોનુ સુદે એવો દાવો પણ કર્યો છે કે તેને મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમની ઓફર પણ મળી હતી. સોનુએ કહ્યું કે, જ્યારે દેશના પાવરફુલ લોકોએ તેનો સંપર્ક કર્યો તે સમયગાળો તેના માટે ખુબ જ રોમાંચક હતો.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પદની મળી ઓફર્સ
સોનુએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મને મુખ્યમંત્રી બનવાની ઓફર મળી છે. જ્યારે મેં ના પાડી તો તેમણે મને ડેપ્યુટી સીએમ બનવાનું કહ્યું. તેઓ ઘણા પાવરફુલ અને મોટા ગજાના લોકો હતા, તેઓએ મને રાજ્યસભાની સીટની પણ ઓફર કરી હતી.

સોનુએ આગળ કહ્યું, 'તેમણે મને કહ્યું કે રાજ્યસભાનું સભ્ય પદ લઈ લો, અને અમારી સાથે જોડાઈ જાવ, તમારે કોઈ પણ વસ્તુ માટે રાજકારણમાં લડવાની પણ જરૂર નહીં પડે. એ તબ્બકો મારા માટે ખૂબ જ રોમાંચક હતો, કારણ કે ઘણા પાવરફુલ લોકો મને મળવા આવ્યા હતા અને મને દેશમાં પરિવર્તન લાવવા માટે કહી રહ્યાં હતા.

શા માટે સોનુ સુદે આવી ઓફર્સ ઠુકરાવી?
આ મામલે અભિનેતા સોનુ સુદે જણાવ્યું હતુ કે, જ્યારે તમે લોકપ્રિયતા મેળવો છો, ત્યારે તમે જીવનમાં ઘણી ઉંચાઈ પણ સર કરો છો, પરંતુ વધુ ઊંચાઈ પર ઓક્સિજનનું સ્તર પણ ઓછું હોય છે. મને કોઈએ કહ્યું કે આટલા મોટા લોકો તમને સીએમ, ડેપ્યુટી સીએમ બનવાની ઓફર કરી રહ્યા છે અને તમે ના પાડી રહ્યા છો. ઈન્ડસ્ટ્રીના કેટલા લોકો આનું સપનું જુએ છે અને તમે તેને નકારી રહ્યાં છો.

અંતે સોનુએ કહ્યું કે, હું એક અભિનેતા છું અને મને એક્ટિંગની દુનિયા ખુબ પસંદ છે. જ્યારે મને લાગશે કે મેં આ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કરી લીધુ છે, ત્યારે હું કંઈક બીજું વિચારીશ. પણ અત્યારે તો હું એક્ટિંગમાં ખુશ છું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now