Home Entertainment Sonam Kapoors Old Photo Is Viral

આવી તે ફેશન હોય : Sonam Kapoor એ પહેર્યો એવો વિચિત્ર ડ્રેસ, કે જોઈને લોકોને થયા સવાલ

આવી તે ફેશન હોય
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:57 PM IST

સોનમ કપૂર બોલીવૂડના સ્ટાઈલ દિવા તરીકે જાણીતા છે. બી ટાઉનમાં તેમની ફેશન સેન્સની ચર્ચા થાય છે. સોનમ કપૂર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર પણ અટેન્શન મેળવતા રહે છે. પરંતુ કેટલીકવાર તેમની સ્ટાઈલ એટલી વિચિત્ર હોય છે કે યુઝર્સ તેમને ટ્રોલ કરે છે.

સોનમ કપૂરે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. આ ફોટોઝમાં સોનમ કપૂર એક વ્હાઈટ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર સોનમ કપૂરના આ જ ડ્રેસની ચર્ચા છે.

આ સિમ્પલ ડ્રેસની ઉપર ફીમેલ બોડી ફિગર દોરવામાં આવ્યું છે, જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. આ ડ્રેસ સાથે જ સોનમ કપૂરે પોતાના વાળ ઉપરની તરફ બાંધી દીધા છે. તેમણે પોતાનો લૂક લાલ લિપસ્ટિક અને સુંદર ઈયસિંગ્સ સાથે કમ્પલિટ કર્યો છે.

આ ડ્રેસને લઈ યુઝર્સ સોનમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકો ડ્રેસની તુલના પડદા સાથે કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ તેને ચાદર ગણાવી રહ્યા છે.

આમ તો સોનમ કપૂર સામયાંતરે પોતાના આઉટફિટ્સ પર પ્રયોગો કરતા રહે છે. પરંતુ આ વખતની તેમની ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને ફેન્સ ચકરાઈ ગયા છે. આ આઉટફિટને જોઈને લોકો સમજી નથી શક્તા કે આખરે તેમણે પહેર્યું છે શું?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now