Home Gujarat Son Killed Due To Fathers Mistake In Mehsana

મહેસાણામાં પિતાની ભૂલથી દીકરાનો લેવાયો ભોગ : ટ્રક રિવર્સ લેતા સમય દીવાલ અને સ્ટેન્ડ વચ્ચે દબાયો યવુક, કરૂણ મોત

મહેસાણામાં પિતાની ભૂલથી દીકરાનો લેવાયો ભોગ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 09:53 AM IST

Mehsana Accident : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાડ ગામમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં પિતાની ભૂલના કારણે દીકરાનું દુઃખદ મોત નીપજ્યું છે. આ કરુણ ઘટના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલી ગ્રીનફિલ્ડ કંપની ખાતે બની હતી.

ટ્રક રિવર્સ લેતી વખતે સર્જાયો અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ કંપની પરિસરમાં ટ્રક રિવર્સ લેતી વખતે અકસ્માત થયો હતો. ટ્રક ચલાવી રહેલા પિતા દેવારામ ચૌધરી રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે તેમનો 19 વર્ષીય દીકરો મુકનારામ ચૌધરી ટ્રકને સાઈડ બતાવતો હતો. આ દરમિયાન અચાનક યુવક દીવાલ અને ટ્રકના સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

નંદાસણ પોલીસે તપાસ હાથધરી

મૃતક મુકનારામ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની હતો અને પરિવાર સાથે અહીં કામ માટે રહેતો હતો. ઘટનાના પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતાં જ નંદાસણ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે થયો અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં, તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now